કૈલાસ ટેકરીના શ્રી લાલગીરીબાપુએ જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કર્યું

ઈશ્વરિયા રવિવાર તા.૦૬-૦૬-૨૦૨૧

સંતો મહંતો તેમના જન્મદિવસની ઉજવણી સામાજિક પ્રવૃત્તિ દ્વારા કરે ત્યારે પ્રેરક બને છે. પાલિતાણા નજીક સાગપરાની ધાર કૈલાસ ટેકરી ખાતે મહંત શ્રી લાલગીરીબાપુએ વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવણી કરી છે. આ પ્રસંગે અગ્રણી શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી જીજ્ઞેશભાઈ ચૌહાણ વગેરે જોડાયા હતા.