ભાવનગર સોમવાર તા. 09-11-2020
દાહોદ, પંચમહાલ સહિતના જીલ્લાઓમાંથી આદિવાસીભાઈઓ વિવિધ વ્યવસાય અર્થે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આવતા હોય છે તેમજ કારખાનાઓમાં નોકરી કરતા નોકારીયાત કે સરકારી કર્મચારીઓ પણ પોતાના વતનમાં અવાર-નવાર આવતા જતા હોય છે. સાથે સાથે નવરાત્રી, દિવાળી, ઉતરાયણ, હોળી વગેરે જેવા તહેવારોમાં આદિવાસીભાઈઓએ પોતાના વતનમાં જવાનુ થતુ હોય છે. આથી તેઓને પોતાના વતનમા આવવા જવા માટે કોઇ મુશ્કેલી નો પડે તે હેતુથી ગારીયાધાર થી દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા સુધી એસ.ટી. બસ સેવા તા.૫/૧૧/૨૨૦થી શરૂ કરવામાં આવેલ છે. આ બસ ૧૯:૦૦ કલાકે ગારીયાધારથી ઉપડી પાલીતાણા, સોનગઢ, સિહોર, ભાવનગર, વડોદરા, હાલોલ, પાવાગઢ, ધોધાંબા, રીછવાણી, બારિયા થઈ ધાનપુર સવારે ૪:૦૦ કલાકે પહોંચશે.