પાંચતલાવડા ગામે આંગણવાડીમાં ગણવેશ વિતરણ થયું

પાંચતલાવડા ગુરુવાર તા.૦૮- ૦૭ -૨૦૨૧
સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે સંકલિત બાળ વિકાસ કચેરીના નિરીક્ષક શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે ગણવેશ વિતરણ કરાયું.આંગણવાડી ખાતે આરોગ્ય કેન્દ્રના શ્રી કવિતાબેન પટેલિયા, શ્રી વિજયભાઈ ચારણિયા તથા શ્રી મિતેશભાઈ ગોસ્વામીની ઉપસ્થિતિમાં  સરપંચ શ્રી બાલાભાઈ ડાંગર અને સંચાલિકા શ્રી કામિનીબેન ચાવડા તથા સહાયક શ્રી મયુરીબેન ઉપાધ્યાયના હસ્તે બાળકોને ગણવેશ વિતરણ થયું. અહીં આશા બહેનો શ્રી ઉષાબેન પરમાર તથા શ્રી કોમલબેન પરમાર સાથે રહ્યા હતા.