ભાવનગર શનિવાર તા.11-07-2020
ભાવનગર તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગ્રામ્ય વિસ્તારની પ્રસૂતા બહેનોને કોરોનાના સમયમાં પોષણયુક્ત આહાર મળે અને પ્રસૂતા બહેનોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રાર્થના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા ભાવનગર તાલુકાના દરેક ગામમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમા જેટલી પ્રસૂતિ થાય તે તમામ બહેનોને પ્રોટીન અને વિટામિનયુક્ત ખોરાક મળી રહે અને દેશી ઓસડિયાથી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વિવિધ ૧૨ વસ્તુ સામેલ કરી બનાવેલ આહારનુ ભાલના અંતરિયાળ ગામડામાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સુનિલ પટેલ અને શ્રી હરપાલસિંહ ગોહિલના હસ્તે વિતરણ કરવામાં આવેલ. જરૂરિયાતવાળી બહેનોને લાભ મળે તે માટે અધીકારી શ્રી ફોરમબા ઝાલા અને શ્રી લીલાબેન પરમાર તથા શ્રી દાઠીયાએ જહેમત ઉઠાવી હતી.