આલેખન : ચોથું વર્ષ બેઠું

     વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ અને સામાજિક સંસ્થા સંગઠન સાથે પ્રવૃત્તિથી સંકળાયેલ રહેવાથી જનસંપર્ક અભિગમ વધુ રહેતા પ્રસાર પ્રચાર કૌશલ્ય માટે તક સાંપડી છે. આ શોખ અને સફળતાના કારણૅ વ્યાવસાયિક રીતે આ ક્ષેત્ર અનૂકુળ રહ્યું.
     સમાચારપત્રો અને સામાયિકો સાથે લેખન અને તસવીર કાર્ય ઉપરાંત દ્રશ્ય-શ્રાવ્ય એકમો માટે પણ સંપર્ક કામ રહ્યું.
      ઈશ્વરિયા ગામ માટે સામાજિક જવાબદારી અને તંત્ર સાથે સંવાદ સંપર્ક આ ક્ષેત્ર માધ્યમ બન્યું.પ્રાસંગિક પ્રકાશનો માટે સફળતા સાંપડી અને સાત વર્ષ પહેલા ઈશ્વરિયા ગામ કેન્દ્રમાં રાખીને વૈશ્વિક વિજાણુ પટલ 'ઈશ્વરિયા' રજૂ કરી ગામની વાત અને વિગત તસવીર સાથે www.ishwariya.net àª‰àªªàª° મૂકતા રહ્યા છીએ. હવે www.alekhan.in 'આલેખન' àª¸àª‚પાદન કરી રહ્યા છીએ.
     આપણા આલેખનુ સમાચાર લેખન 'આલેખન' દ્વારા સાંપ્રત પ્રસંગો અને પ્રવાહોની વિશ્વભરમાં વિગતો પંહોંચેં તેવો નમ્ર પ્રયાસ છે. વિજાણુ પટલ 'આલેખન' દ્વારા સૌના સંપર્ક સાતત્ય જાળવવા અભિગમ છે.