નવાગામની શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી

નવાગામ બુધવાર તા.27-01-2021
     ભાવનગર તાલુકાના નવાગામની પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમ યોજાયા. આચાર્ય શ્રી રાજુભાઈ જાનીના આયોજન તળે શાળા સ્થાપના દિવસ સાથે અહીંયા 'પુસ્તકને મિત્ર બનાવીયે' અંતર્ગત વિદ્યાર્થી બાળકોને પુસ્તકો આપવામાં આવેલ. પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશભાઈ પંડિત સાથે સીઆરસી શ્રી તેજાણી, કેન્દ્રવર્તી આચાર્ય શ્રી દિહોરા, અગ્રણી શ્રી પરેશભાઈ મેર વગેરેના હસ્તે બાળકોને શૈક્ષણિક સાહિત્ય અપાયું હતું. અહીંયા શ્રી લાલાભાઈ ગોહિલ, શ્રી ભરતભાઈ બારિયા, શ્રી મૂકેશભાઈ જાદવ, શ્રી મયારામજી વગેરે જોડાયા હતા. શિક્ષકગણના સંકલન શિક્ષક શ્રી ગઢવી દ્વારા કાર્યક્રમ સંચાલન થયેલ.