ભાવનગર ખાતે શિક્ષણમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ ચિંતન શિબિર

ભાવનગર શનિવાર તા.14-09-2019

     ભાવનગર ખાતે રાજ્ય સરકારના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના બી.આર.સી સી.આર.સીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.આ શિક્ષણ શિબિરમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી વિનોદ રાવ દ્વારા રાજ્યની તુલનામાં ભાવનગર જીલ્લાની શૈક્ષણિક સ્થિતિ દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કરવામા આવ્યું હતુ.જેમાં શિક્ષક તેમજ વિધ્યાર્થીઓની ઓનલાઇન હાજરી,શાળા પ્રવેશોત્સવ, શાળાઓમાં કરવામાં આવેલ વૃક્ષારોપણ, ગુણોત્સવ, સ્માર્ટ ક્લાસરૂમ, તમામ તાલુકાઓનુ વિષયવાર મુલ્યાંકન, ધોરણ 10 તથા 12 માં જીલ્લાના વિધ્યાર્થીઓનું પરિણામ વગેરે બાબતોનો સમાવેશ થતો હતો. શિબિરમાં મહુવાના ધારાસભ્યશ્રી તેમજ શિક્ષણ સમિતીના અધ્યક્ષશ્રી મકવાણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ગોહીલ, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી દુધરેજીયા, શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ જિલ્લાના બી.આર.સી, સી.આર.સીઓ રહ્યા હતા.