કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા અંગે બેઠક

ઈશ્વરિયા સોમવાર તા.16-08-2021

કેન્દ્ર સરકારમાં નવા પ્રધાન મંડળમાં સ્થાન મેળવેલ સાંસદો દ્વારા જે તે વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ છે. ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની યાત્રા સંદર્ભે તૈયારીઓ થઈ છે. આ અંગે ગઢુલા ખાતે મળેલી બેઠકમાં પ્રભારી શ્રી કાનાબાર દ્વારા માર્ગદર્શન અપાયું. અહીંયા અગ્રણીઓ શ્રી રઘુભાઈ આહીર, શ્રી મૂકેશભાઈ લંગાળિયા સાથે ધારાસભ્યો શ્રી કેશુભાઈ નાકરાણી તથા શ્રી આર.સી. મકવાણા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ તથા ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ  શિહોરા અને યાત્રાના કાર્યકરો ચર્ચામાં જોડાયા હતા.