કરકોલિયા ગામે શાળામાં વૃક્ષારોપણ થયું

કારકોલિયા ગુરુવાર તા.01-07-2021

સિહોર તાલુકાના કરકોલિયા ગામે શાળામાં ગ્રામપંચાયત અને શાળા સમિતિના સંકલનથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કરકોલિયા ગામે આ કાર્યક્રમમાં ભાવનગર  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ અને આગેવાનો જોડાયા હતા. શાળાના શિક્ષકો દ્વારા સુંદર આયોજન થયું હતું.