ભાવનગર રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર સોનગઢ આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં તૂટફૂટ રહી છે. અહીંયા વરસાદમાં ભરાયેલા પાણીમાં રહેલા ખાડાથી ટ્રેકટર પલટી ખાઈ ગયું હતું, જેમાં સામાન્ય ઇજા થવા પામી હતી, સદનસીબે બાજુમાં અન્ય વાહન પસાર થતું ન હતું નહીતો કેટલાયે જીવ લેવાય હોત. આ વિસ્તારના માર્ગ કાયમી જોખમી બનતા રહ્યા છે પણ માર્ગ વિભાગ નિંભર જ રહ્યું છે અને નેતાઓને કશી પડી નથી.