સાંસદ શ્રી ભારતીબેન શિયાળે ભાવનગરને વધુ વિમાન સેવા માટે રજુઆત કરી

ઈશ્વરિયા બુધવાર તા.28-07-2021

ભાવનગર શહેરને દેશના અન્ય શહેરો સાથે વિમાન માર્ગે જોડવા તથા ભાવનગરથી દિલ્હી તથા મુંબઈ ઉડ્ડયન માટે વધુ કર્મચારીઓ ફાળવવા સાંસદ શ્રી ભારતીબેન શિયાળે રજુઆત કરી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રી સંજીવકુમાર સાથે ચર્ચા રજુઆત બાદ આ અંગે સંબંધિતોનું ધ્યાન દોરાયું છે.