ભાવનગરના ભાલ સહીત પંથકમાં છેલ્લા અઠવાડિયાની વરસાદી ત્રાસદી દરમિયાન એક પણ નેતા ડોકાયા નથી
પદાધિકારીઓ મનોરંજન અને ઉદ્દઘાટન કાર્યક્રમોમાં વ્યસ્ત - વહીવટી તંત્ર ચોવીસ કલાક ફરજમાં
ઈશ્વરિયા
ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વરસાદી ત્રાસદીથી ભાવનગરના ભાલ પંથક સહીત કેટલાય ભાગોમાં તારાજી શરુ રહી છે, તે દરમિયાન આજ સુધી એક પણ નેતા ત્યાં ડોકાયા નથી. નેતાઓ ભાવનગર કે અન્ય સ્થાનો પર મનોરંજન અને ઉદ્દઘાટન વગેરે કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આ પરિસ્થતિમાં વહીવટી તંત્ર વરસતા વરસાદમાં ચોવીસ કલાક ફરજમાં રહ્યું છે.
સમગ્ર રાજ્ય તેમજ અન્યપ્રદેશોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વરસાદી ત્રાસદીથી ઘણા વિસ્તારો પ્રભાવિત રહ્યા છે. ભાવનગરના ભાલ પંથકના ઘણા ગામો સંપર્ક વિહોણા પણ થયા. કેટલાય ગામોમાં તારાજી શરુ રહી છે. આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આપડા પ્રબંધન ટુકડીઓ પણ પહોંચી તે પહેલા જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા સઘન બચાવ કામ શરુ થઈ ગયું.
પોતાના હોદ્દાની રૂએ, ફરજના ભાગ રૂપે કે માનવતાના નાતે પણ તારાજી છે, તે દરમિયાન આજ સુધી એક પણ નેતા ત્યાં ડોકાયા નથી. શરમની વાત પીડાની વાત એ છે આ નેતાઓ ભાવનગર કે અન્ય સ્થાની પર મનોરંજન અને ઉદ્દઘાટન વગેરે કાર્યક્રમોંમાં વ્યસ્ત છે. માત્ર તસવીરો ખેંચાવવા પણ હજુ આ ભારે ભારે નેતાઓ આજ સુધી આવ્યા નથી.
સમગ્ર આપત્તિમાં જિલ્લા સમાહર્તાથી લઈ સંબંધિત ગામોના તલાટી મંત્રી વચ્ચેના તમામ અધિકારી કર્મચારીઓ ચોવીસ કલાક વરસતા વરસાદમાં ફરજમાં રહ્યું છે. બચાવ કામગીરી, રાહત કામગીરી, આરોગ્ય સારવાર, ખાદ્ય સામગ્રી, મુખ્ય માર્ગો પાર વાહન વ્યવહાર નિયંત્રણ।.. જેવી કામગીરીમાં માનસિક તણાવ વચ્ચે તંત્ર ઝઝુમતું રહ્યું છે.
રાષ્ટ્રીય આપદા પ્રબંધન ટુકડી સાથે સ્થાનિક કર્મચારીઓ અને સરપંચો તથા કાર્યકરો સતત સેવા બચાવ માટે રહ્યા છે.
આવી ઘટનાઓ દરમિયાન પણ પ્રજાએ શીખ મેળવવી જોઈએ કે ચૂંટણી અને રાજકારણ માટે આપણે આપણા પરિવારમાં પણ તોફાન કરી નાખીયે અને મોટા સામૈયા કરતા રહીયે છીએ તે ખરા સમયે કામ આવે છે કે જેને ગાળો ભાંડીયે છે તે સરકારી માણસો જ કામ આવે છે..?.! ધન્યવાદ વહીવટી તંત્ર...
( મૂકેશ પંડિત દ્વારા )