અમાસ નિમિતે કોળિયાક

ભાવનગર જિલ્લામાં કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું અમલમાં હોય

અમાસ નિમિતે કોળિયાક ખાતે દર્શનાર્થીઓએ એકઠા થવું નહીં

ભાવનગર 

ઘોઘા તાલુકાના કોળિયાક ગામે આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે અમાસના દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા સમુદ્ર સ્નાન ઇત્યાદિ ધાર્મિક ક્રિયાઓનું ખૂબ મહત્વ છે. પરંતુ હાલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લામાં કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ અમલમાં મુકાયેલ છે.આથી આવતીકાલે નિષ્કલંક મહાદેવ મંદિર કોળિયાક ખાતે લોકોએ સમુદ્ર સ્નાન આદિ ક્રિયાઓ માટે એકઠાં થવું નહીં.

વધુમાં નિષ્કલંક મહાદેવ મંદિરના મહંતશ્રી પ્રવીણગીરી ગૌસ્વામી તથા ઘનશ્યામગીરી ગૌસ્વામી દ્વારા પણ જાહેર જનતાને અપીલ કરાઈ છે કે હાલ મંદિર ખાતે તમામ ધાર્મિક ક્રિયાઓ બંદ હોય લોકોએ અમાસ નિમિતે સમુદ્ર સ્નાન વગેરે ધાર્મિક ક્રિયાઓ માટે એકઠા થવું નહીં