ભાવનગર જિલ્લામાં લોકડાઉન માર્ગદર્શન

ભાવનગર જિલ્લામાં લોકડાઉનમાં વિવિધ મુદ્દે ટેલિફોનિક સલાહ તથા માર્ગદર્શન મળી રહે તે માટે અદકેરું આયોજન

આરોગ્ય, બાળ ઘડતર, શિક્ષણ, આહાર અને દિનચર્યા, કાયદાકીય તથા સરકારી માહિતી વગેરે મુદ્દે અપાશે માર્ગદર્શન

ભાવનગર

કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં ભાવનગર જિલ્લામાં શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક પ્રશ્નો સંદર્ભે લોકોને નિષ્ણાતો દ્વારા ફોન પર યોગ્ય સલાહ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી પેરેન્ટિંગ ફોર પીસ, ભાવનગર તથા ભાવનગર બ્લડ બેંક દ્વારા એક અદકેરું આયોજન હાથ ધરેલ છે.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સંક્રમિત મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા  પ્રશાસન તમામ સ્તરે પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યાં છે. લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તેની કાળજી અને તકેદારી લેવાઈ રહી છે. 

ભાવનગર જિલ્લામાં પેરેન્ટિંગ ફોર પીસ અને ભાવનગર બ્લડ બેંક દ્વારા લોકડાઉનના સમયમાં ટેલીફોનીક સલાહ અને માર્ગદર્શન અંગેનું આયોજન કરવામા આવ્યુ છે. જેમા આરોગ્ય સંબંધી માર્ગદર્શન માટે શ્રી જીતેશ ગોધાણી (૮૧૪૧૫૪૫૬૯૧), શ્રી સંજયભાઈ દેસાઈ (૯૮૨૫૨૩૧૭૫૫), શ્રી કમલાબહેન પરમાર (૯૪૨૯૧૬૪૪૭૮), પેથોલોજીકલ (લેબોરેટરી ટેસ્ટ) માટે શ્રી રાજવી શાહ સવાણી (૯૪૦૮૫૭૪૮૫૬), બાળ ઉછેર અને બાળ ઘડતર સંદર્ભે  વાલીઓને માર્ગદર્શન માટે શ્રી છાયા પારેખ (૯૪૨૭૭૫૦૭૭૭), શ્રી રક્ષાબહેન દવે (૭૨૨૬૯૬૦૯૦૦), શ્રી વિઠ્ઠલભાઈ સવાણી (૯૪૨૭૭૪૮૭૬૦), પ્રાથમિક શિક્ષણને લગતા પ્રશ્નો શ્રી નીરજ રાજ્યગુરુ(૯૪૨૭૨૮૭૫૪૦), શ્રી હરેશ રાજ્યગુરુ (૯૪૨૮૦૭૮૦૧૩), માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિકને લગતા પ્રશ્નો માટે શ્રી પરેશભાઈ ત્રિવેદી (૯૪૨૭૬૧૪૯૬૮), શ્રી બલદેવસિંહ ગોહિલ (૯૮૭૯૬૦૫૭૫૭), શ્રી મૂકેશભાઈ કક્કડ (૯૪૨૭૭૪૯૩૭૪), તરુણાવસ્થાના પ્રશ્નો માટે શ્રી વેલજીભાઈ કણકોટીયા (૯૪૨૬૯૪૧૨૨૫), આહાર અને દિનચર્યા માટે શ્રી પૃથાબહેન યાજ્ઞિક (૯૬૯૯૧૮૦૨૮૦), લોકડાઉનના સમયમાં સરકારી નિયમોની માહિતી માટે  શ્રી મૂકેશભાઈ પંડિત (૯૩૭૭૧૧૧૧૭૪) અને લોકડાઉન વિષે કાયદાકીય માહિતી અને સામાજિક મદદ માટે શ્રી ગુલાબસિંહ જાડેજા (૭૫૬૭૪૫૫૫૯૯, ૯૪૨૬૯૦૨૨૩૩)નો સંપર્ક સાધી ટેલીફોનીક સલાહ અને માર્ગદર્શન મેળવી શકાશે.

આ વર્તમાન સમયમાં ઉદભવતા પ્રશ્નો સંદર્ભે નિષ્ણાતોનું માર્ગદર્શન ફોન પર મળી રહે તે માટે કરાયેલ આ  આયોજન અને વ્યવસ્થાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.