કુંભણ ગામે નેત્રયજ્ઞ અને આરોગ્ય શિબિર

સંતાનો માવતરની સેવા ભૂલશે તો
જીવનભરનો પસ્તાવો રહેશે - શ્રી નાનુભાઈ વાઘાણી
જન્મદિવસ નિમિત્તે કુંભણ ગામે નેત્રયજ્ઞ અને આરોગ્ય શિબિર સાથે અભિવાદન
ઈશ્વરિયા રવિવાર તા.૩૦-૧-૨૦૨૨
ભાવનગર જિલ્લાના સહકારી અગ્રણી શ્રી નાનુભાઈ વાઘાણીએ જન્મદિવસ નિમિત્તે નેત્રયજ્ઞ તથા આરોગ્ય શિબિર યોજી સંદેશો આપ્યો કે, સંતાનો માવતરની સેવા કરવાનું ભૂલશે તો જીવનભર પસ્તાવો રહેશે. અહીં તેમનું અભિવાદન કરાયું હતું.
કુંભણ ગામે માધ્યમિક શાળા ખાતે ભાવનગરની પી. એન.આર. સોસાયટીના સંકલન સાથે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક દવાખાનાના તબીબો અને વિદ્યાર્થીઓના સહકારથી યોજાયેલ શિબિરનો આજુબાજુના ગામોના દર્દીઓને લાભ મળ્યો છે. અહીં નેત્રયજ્ઞ તથા આરોગ્ય શિબિર યોજાયેલ.
પોતાના જન્મદિવસના આગલા દિવસે રવિવાર તા.૩૦ના યોજાયેલ આ સેવા પ્રસંગે ભાવનગર જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ શ્રી નાનુભાઈ વાઘાણીએ માનવ સેવાના કાર્યને મહાન ગણાવી કહ્યું કે, સંતાનો માવતરની સેવા કરવાનું ભૂલશે તો જીવનભર તેનો પસ્તાવો રહેશે. તેઓએ સમાજમાં સૌને સેવારત રહેવા પણ કહ્યું.
કુંભણ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પ્રતાપસિંહ ચૌહાણ અને શાળા પરિવારના સંચાલન સાથેના આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી શ્રી નાનુભાઈ વાઘાણીનું અભિવાદન કરાયું હતું. આ સાથે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ ખાદ્ય સામગ્રી આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શ્રી મહાસુખભાઈ જકડિયાના નેતૃત્વ સાથે તબીબો શ્રી ધ્રુવિલ નાયક, શ્રી પ્રિયંકા ખરાડી, શ્રી જયંતભાઈ ધંધુકિયા, શ્રી રિદ્ધિબેન ભાયાણી, શ્રી લાઠીયા, શ્રી ઉપાધ્યાય તથા સિહોરના શ્રી યાદવ દ્વારા સેવા અપાઈ હતી.
આ પ્રસંગે અગ્રણીઓ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, શ્રી ગીરીશભાઈ વાઘાણી, શ્રી જેરામભાઈ રાઠોડ, શ્રી નાથાભાઈ મુલાણી, શ્રી ભગવાનભાઈ ખાંભલ્યા વગેરે આગેવાનો તથા ગ્રામજનો જોડાયા હતા.