પોષણની કાળજી લેતાં મંત્રી

મહામારી વચ્ચે માતા અને બાળકોના પોષણની કાળજી લેતાં મંત્રીશ્રી વિભાવરીબેન દવે
108 ઘાત્રી માતાઓને કાટલાનું વિતરણ કરાયું
ભાવનગર
ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮ ધાત્રી માતાઓને રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા કાટલાકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાટલા કિટમા ચોખ્ખું ઘી, ૩૨ જાતની ઔષધિઓથી બનેલું બત્રીસું, ગોળ, ગુંદર, ટોપરૂ, ઘઉંના લોટ સહિતની 1.5 કી. ગ્રા. વસ્તુઓના પેકેટનું ધાત્રી માતાઓના ઘરે ઘરે જઈ વિતરણ કરાવામાં આવ્યું હતું અને તેના ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાટલા કિટ ધાત્રી માતાઓને ખવડાવવામાં આવે છે. જેથી માતા અને બાળક બન્નેની તંદુરસ્તી જળવાઈ રહે છે.અને તેમને પુરતું પોષણ મળે છે.
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ આ તકે જણાવ્યું હતું કે ભાવનગરમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા ૧૫ થી ૨૦ દિવસમાં નવજાત બાળકોને જન્મ આપનાર માતાઓ તથા બાળકોની ચિંતાને લઇ તેમજ બાળકોને પોષણયુક્ત બને તેવાં આશીર્વાદ આપવાના હેતુસર આ કાટલાકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાટલુ એક સાંસ્કૃતિક પરંપરા છે, જેના સેવનથી માતાને પોષણ મળે છે અને માતા થકી નવજાત બાળકને પોષણ મળે છે.
આ કાટલા વસાણાને લઈ ઘર માં બીજા કોઈ આ નથી લેતા માત્ર માઁ ને જ લેવાનું થાય છે.
વધુમાં રાજ્યમંત્રીશ્રીએ હાલની પરિસ્થિતિમાં માઁ અને બાળકને બહાર નહિ નીકળવા તેમજ પરિસ્થિતિ મુજબ સ્વાસ્થ્યની કાળજી લેવા અને તંદુરસ્તી જાળવવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવી વિશિષ્ટ રીતે નવ જન્મેલ બાળકોની કાળજી અને કીટ આપવાનો આ પહેલો પ્રસંગ છે.
આ કાર્યક્રમમાં મેયર શ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠન ના લોકો સંકલિત બાળ વિકાસ યોજનાના ઓફિસર શ્રી સાવિત્રીબેન નાથજી, વિગેરે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.