વર્ષ ૨૦૨૦-૨૧ વર્ષ
ખેડુતો માટે બાગાયત પાકના વિકાસ કરવા વિવિધ સહાયની યોજનાઓ
ભાવનગર
ભાવનગર જિલ્લાના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતું, ગુજરાત રાજય, નાયબ બાગાયત નિયામકશ્રી,ભાવનગરની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક માટેની ઓનલાઇન અરજીઓ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી www.ikhedut.gujarat.gov.in પર કરી શકાશે. તો રસ ધરાવતાં ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે.
બાગાયત ખાતુ, ગુજરાત રાજય દ્વારા ભાવનગર જિલ્લામાં ખેડુતો બાગાયતી ખેતી અપનાવે અને સમૃધ્ધ થાય તે હેતુથી આ મુજબ જણાવેલ યોજનાઓ જેવી કે ફળ પાકો આંબા, ચીકુ, બોર, દાડમ, જામફળ, સીતાફળ વગેરે ફળપાકોના નવા વાવેતર કરવા સહાય, બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાંટીંગ મટીરીયલમાં ૯૦% સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, ઔષધિય તથા સુંગધિત પાકોના વાવેતર તથા નવા ડીસ્ટીલેશન યુનીટ માટે સહાય, ફુલ પાકના વાવેતર માટે સહાય, વેલાવાળા શાકભાજી ઉગાડવા માટે કાચા, અર્ધપાકા અને પાકા માંડવા બનાવવા તેમજ ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલમાં સહાય, હાયબ્રિડ શાકભાજી વાવેતર માટે સહાય, સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ, મધમાખી ઉછેર માટે – હની બી હાઇવ, હની બી કોલોની, હની એક્ષ્ટ્રેક્ટર માટે સહાય, ગ્રીનહાઉસ તથા ટીસ્યુકલ્ચર લેબમાં વીજદર માટે સહાય, પ્લાસ્ટીક મલ્ચીંગ, પોલીહાઉસ/નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચરમાં સહાય, ફ્ક્શનલ ઇન્ફાસ્ટ્રક્ચર(કલેક્શન,શોર્ટીગ/ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ/પ્રુથ્થકરણ પ્રયોગશાળા માટે સહાય, ચાલુ ટીસ્યુકલ્ચર લેબનું સ્ટ્રેધનીંગ,નવી ટીસ્યુકલ્ચર લેબ, હાઇટેક નર્સરી, નાની નર્સરી, નર્સરીની માળખાગત સુવિધા, પ્લગ નર્સરી, હાઇબ્રીડ સીડ પ્રોડકશન માટે સહાય, ઇવાપોરેટીવ/લો એનર્જી કુલ ચેમ્બર(૮ મે.ટન) માટે સહાય, કોલ્ડ સ્ટોરેજ(બાંધકામ,વિસ્તરણ અને આધુનીકરણ)/કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનીકરણ/કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ/કોલ્ડ રૂમ(૩૦ મે.ટન) માટે સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા શોર્ટીગ–ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો ખરીદીમાં સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય, પ્રાઇમરી/મોબાઇલ/મીનીમલ પ્રોસેસીંગ યુનીટ/ પ્રી કુલિંગ યુનિટ (૬ મે. ટન) માટે સહાય, બાગાયતી પાકોની પેદાશના વેચાણ માટે પેકીંગ મટીરીયલ ખરીદીમાં સહાય, મોબાઇલ પ્રી કુલિંગ યુનિટ/રેફ્રીજેરેટેડ ટ્રાન્સપોર્ટ વહિકલ/રાઇપનીંગ ચેમ્બર (૩૦૦ મે.ટન) માટે સહાય, લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનીટ માટે સહાય સરકારશ્રીએ અમલમાં મૂકેલ છે.