માનપુરમાં 'પ્રકૃતિની પાંખે' કાર્યક્રમ

ગંગોત્રી સંસ્કારતીર્થ માનપુરમાં વિદ્વાનો અને આગેવાનોના સાનિધ્યમાં યોજાયો ત્રિદિવસીય 'પ્રકૃતિની પાંખે' કાર્યક્રમ 
વાળુકડ, પાણીયાળી અને માનપુરના વિદ્યાર્થી જોડાયા 

માનપુર રવિવાર તા.27-10-2019

લોકવિદ્યાલય - વાળુકડ, કસ્તુરબા સંસ્થા - પાણીયાળી અને ગંગોત્રી સંસ્કારતીર્થ - માનપુરના વિદ્યાર્થીઓનો ત્રિદિવસીય કાર્યક્રમ 'પ્રકૃતિની પાંખે' યોજાયો, જેમાં  વિદ્વાનો અને આગેવાનોના સાનિધ્યમાં વિવિધ આયોજનો થયા હતા. 
      સોમવારે સવારે ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી, પ્રાંત અધિકારી શ્રી સોલંકી, શ્રી વલ્લભભાઈ સોરઠીયા,  શ્રી કેતનભાઈ વ્યાસ તથા શ્રી વિનુભાઈ મંડાવિયા મહેમાન તરીકે રહી વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સામાજિક જીવનની વાતો કરી.  અહીં બપોરે જાણિતા પ્રકૃતિવિદ્દ શ્રી બાલા દ્વારા પ્રકૃતિ પર્યાવરણ અંગે વિગતે ચિતાર આપી ઉદબોધન કર્યું.
     મંગળવારે લેખક ચિંતક શ્રી સુભાષભાઈ ભટ્ટ અને વાળુકડ સંસ્થાના નિયામક શ્રી ગોપાલભાઈ કાકડિયા દ્વારા વિદ્યાર્થીઓને સહેલી ભાષા સાથે પ્રાસંગિક વાતો કરી.
     બુધવારે પુર્ણાહુતી સમારોહ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળીયાના શ્રી  વિશ્વાનંદ માતાજીએ પ્રકૃતિ, વિકૃતિ અને સંકૃતિની વાત સાથે કુરિવાજો સંદર્ભે ઉદબોધન કર્યું. અહીં શ્રી દેવકારણભાઇ ગઢવીએ સરળ ઉદ્બોધનમાં કાયમ હળવા રહેવા શીખ આપી. આ પ્રસંગે સંસ્થાના અગ્રણી શ્રી પપરેશભાઈ શિરોયાએ પણ ટૂંકી વાત કરી હતી. આભારવિધિ શ્રી નટુભાઈ હિરાણીએ કરી. સંચાલનમાં શ્રી ભારતીબેન વજાણી રહ્યા હતા.
    સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયાના નેતૃત્વ માર્ગદર્શનમાં લોકવિદ્યાલય - વાળુકડ, કસ્તુરબા સંસ્થા - પાણીયાળી અને ગંગોત્રી સંસ્કારતીર્થ - માનપુરના ધોરણ નવના વિદ્યાર્થીઓનાં આ ત્રિદિવસીય કાર્યક્રમ 'પ્રકૃતિની પાંખે' યોજાયો, જેમાં  વિદ્વાનો અને આગેવાનોના સાનિધ્યમાં વિવિધ આયોજનો થયા હતા. અહીં શ્રી કાંતિભાઈ ઉકાણી સાથે શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.