મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમા રોજગારી આપવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ
153 ગ્રામ પંચાયતમા 50 હજારથી વધુ શ્રમીકોને મળી રહી છે રોજગારી : જિલ્લા વિકાસ અધિકારી શ્રી
ભાવનગર
ભાવનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લાની 153 ગ્રામ્ય પંચાયતમા આ કામો શરૂ કરી દેવામા આવ્યા છે અને જેના થકી હાલ 50 હજારથી વધુ શ્રમીકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. આ આંકડા જાહેર થતાની સાથે જ ભાવનગર જીલ્લો સમગ્ર રાજ્યમા મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમા રોજગારી આપવામા પ્રથમ સ્થાને છે, આ વિગત ગઈ મોડી રાત્રે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ શ્રી વરુણ બરનવાલે જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લાની 153 ગ્રામ્ય પંચાયતમા આ કામો શરૂ કરી દેવામા આવ્યા છે અને જેના થકી હાલ 50 હજારથી વધુ શ્રમીકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. આ આંકડા જાહેર થતાની સાથે જ ભાવનગર જીલ્લો સમગ્ર રાજ્યમા મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમા રોજગારી આપવામા પ્રથમ સ્થાને છે. આ વિગત ગઈ મોડી રાત્રે જિલ્લા વિકાસ અધિકારીએ પત્રકારોને એક સંદેશો આપીને જણાવ્યું છે, કે હાલ 51,143 શ્રમિકો કામ ઉપર રહેલા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી ધર્મેશ પટેલે અગાઉ જણાવ્યું હતું કે સ્થાનિક ભંડોળ ઊભું કરવા તેમજ ગ્રામીણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી શરૂ કરાયેલ મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તે પ્રકારે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમા જુના ઉપરાંત ૫ હજાર જેટલા નવા જોબ કાર્ડ ઇસ્યુ કરાયા છે તેમજ નવા દર મુજબ શ્રમિકોનુ ભથ્થુ રૂ.૨૨૪ મુકરર કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ રોજગારીની સાથે સાથે ગ્રામીણ વિકાસ પણ કરવામા આવી રહ્યો છે. જે અંતર્ગત તળાવો, ચેકડેમો, રિવર રીજ્યુવીનેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિસલ્ટીંગ, સામાજિક વનીકરણ હેઠળના વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગતના કામો પણ તબક્કાવાર શરૂ કરી આગામી સમયમા તમામ ગ્રામ પંચાયતને નરેગાના કામ હેઠળ આવરી લેવામાં આવશે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળના કામોનું સુચારૂ સંચાલન થાય તે હેતુથી તમામ તાલુકા સ્તરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૬૫થી વધુ કર્મચારીઓ/અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જેમના દ્વારા કામોની યાંત્રિક/વહીવટી મંજૂરી, મસ્ટર જનરેટ, જીઓ ટેગીંગ કામનું માળખું, માર્ગદર્શન, મેજરમેન્ટ બુક, સોફ્ટવેર દ્વારા હાજરી, વેતનની ચુકવણી વગેરે જેવી કામગીરી અસરકારક રીતે નીભાવાઈ રહી છે. શ્રમીકોને તેમનું વેતન ૭ દિવસમા જ મળી રહે તેવી સુચારૂ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરાઇ છે.