સણોસરાના શ્રી નિરૂબાપુએ સરકારના કોરોના પ્રતિબંધને શાંતિના અવસરમાં ફેરવ્યો
કોરોનાના એકાંતથી મળેલી શાંતિથી એક હજાર દિવસ આશ્રમ બહાર ન નીકળવાનો સંકલ્પ લીધો
ઈશ્વરિયા
સરકારે કોરોના બિમારીના કારણે બહાર ના નીકળવા પ્રતિબંધો મૂક્યા અને નાગરિકોને સંદેશા આપ્યા જેમાં સૌ જલ્દીથી બહાર નીકળી પડવા આતુર રહ્યા,પરંતુ સણોસરાના મહંત શ્રી નિરૂબાપુએ સરકારના પ્રતિબંધને શાંતિના અવસરમાં ફેરવ્યો અને આ પ્રતિબંધથી શાંતિનો સંકલ્પ લીધો.
કોઈ પણ આશ્રમ મંદિરના મહંતોને સતત ઉદ્ઘાટન, પ્રવચન કે કાર્યક્રમોમાં જવાનું રહેતું જ .હોય છે. તેઓ પોતાના સ્થાનથી બહાર જવાનું બંધ કરે તે તો આકરું જ રહે. આમ છતાં સરકારના પ્રતિબંધનો શ્રી નિરૂબાપુએ દાનેવ આશ્રમ સણોસરામાં અમલ કરાવી પોતે બહાર ન નીકળી સમાજને પ્રેરણા તો આપી આ સાથે પોતે પણ શાંતિનો અનુભવ કર્યો.
સરકારના નીતિ નિયમો ધર્મસ્થાનોએ પહેલા પાળવા જ જોઈએ તેમ જણાવી શ્રી નિરૂબાપુએ કોરોનાના પ્રતિબંધનો પોતાને બંધન ન લાગતા એકાંતથી શાંતિની મળેલી અનુભૂતિ બાદ એક હજાર દિવસ એટલે લગભગ ત્રણ વર્ષ આશ્રમ બહાર ન નીકળવાનો સંકલ્પ લીધો છે. સરકારે કોરોના બિમારીના કારણે તબક્કાવાર સૌને ઘર બહાર ના નીકળવા પ્રતિબંધો મૂક્યા અને સંદેશા આપ્યા જેમાં સૌ જલ્દીથી બહાર નીકળી પડવા આતુર રહ્યા, પરંતુ જેને સતત ધર્મ પ્રવાસ અને વિચરણ આવશ્યક રહેલું છે તેવા મહંત શ્રી નિરૂબાપુએ તો આ પ્રતિબંધથી મૂંઝવણ અનુભવવાના બદલે સરકારના પ્રતિબંધને અને નિયમને શાંતિના અવસરમાં ફેરવ્યો, તેઓએ શાંતિની અનુભૂતિ કરી અને સંકલ્પ લીધો, આમ સમાજને પ્રેરક સંદેશો પણ આપ્યો છે.