આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન આંદોલન સમિતિ ભાવનગર દ્વારા શેત્રુંજી ડેમ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વર્ગ
વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી આત્મનિર્ભર બને - ડી.ડી.ઓ. શ્રી વરૂણકુમાર બરનવાલ
ભાવનગર
આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન આંદોલન સમિતિ ભાવનગર દ્વારા શેત્રુંજી ડેમ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વર્ગ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ દરેક ખેડૂત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મુક્ત ખેતી કરે, ખેડૂત સમૃદ્ધ અને આત્મ નિર્ભર બને, સમગ્ર રાષ્ટ્ર્ર રોગ મુક્ત બને.
આ વર્ગ તા.૦૭-૧૧-૨૦૨૦ના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ડેમ, તા. પાલીતાણા ખાતે આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરાનવલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભાવનગર શ્રી બી.આર.બાલદાણીયા, Spnf ગુજરાત પ્રચારક રોહિતભાઈ ગોટી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકર આત્મા ભાવનગર શ્રી અજીતસિંહ ગોહિલ અને Spnf જિલ્લા સંયોજકો અને તાલુકા સંયોજકો હાજર રહેલ અને અધ્યક્ષશ્રી દ્વારા સન્માનિત કરાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા જિલ્લામાં વધુમાં વધુ લોકો spnf કરી આવક બમણી કરી આત્મા નિર્ભર બને અને યુવાનો વધુમાં વધુ આ ખેતીમાં જોડાય તેવી હિમાયત કરી અને જિલ્લામાં spnf નો fpo બને તેવી આશા વ્યકત કરી હતી. ત્યાર બાદ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી બી.આર.બાલદાણીયા દ્વારા જંતુનાશકો અને રાસાયણિક ખેતીની આડ અસર અને ગાયનું મહત્વ સમજાવી સારા spnf મોડેલ ફાર્મ નિર્માણ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદા-જુદા ખેડૂતો દ્વારા Spnf મોડેલ ફાર્મની સર્ચા કરવામાં આવી જેમાં ખાસ નરસંગભાઈ મોરી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને સંપૂર્ણ spnf મોડેલ ફાર્મ નિર્માણ થાય અને એ જોવા માટે દેશ -વિદેશ માંથી જોવા આવે તેવા ફાર્મ નિર્માણ થાય તે માટે પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગમા spnf મોડેલ અને માર્કેટિંગની સમજૂતી આપવામા આવી હતી.