લોકભારતી સણોસરા : 'દર્શક' વ્યાખ્યાનમાળા

લોકભારતી સણોસરા : 'દર્શક' વ્યાખ્યાનમાળા 

સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ વ્યાખ્યાન આપશે 

પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે 

ઈશ્વરિયા 

લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' વ્યાખ્યાનમાળામાં સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ વ્યાખ્યાન આપશે. અહીં પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે.

આગામી ગુરુવાર તા.29ના દિવસે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે શ્રી મનુભાઈ પંચોલી 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળાના સત્તરમા મણકાનું વ્યાખ્યાન સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ આપશે, જેનો વિષય 'જીવનમાં હકારાત્મક અભિગમ' રખાયો છે.

સંસ્થાના વડા શ્રી અરુણભાઈ  દવે તથા શ્રી રઘુવીરભાઈ  ચૌધરી અને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિના સંકલન સાથે અહીં લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ શ્રી મુક્તાબેન સંઘવી - ભાવસાર (નીલપર), શ્રી અરવિંદભાઈ ત્રિવેદી (ભાવનગર), શ્રી પ્રદીપભાઈ આસ્તિક (સોનગઢ), શ્રી રવિન્દ્રસિંહ સરવૈયા (ભાવનગર) તથા શ્રી યોગરાજસિંહ ગોહિલ (સોનગઢ)નું  સન્માન કરાશે.