ગુરુ અને શનિ ગ્રહની અદ્ભુત અદ્વિતીય યુતિ
ટેલિસ્કોપ વડે નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ખાતે વ્યવસ્થા
ભાવનગર
આ દિવસે 397 વર્ષ બાદ ભાગ્યેજ જોવા મળશે ગુરુ અને શનિ ગ્રહની અદ્ભુત અદ્વિતીય યુતિ થવા જઈ રહે છે. આ ઘટનાને ટેલિસ્કોપ વડે નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ખાતે વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતુ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત ૠઞઉંઈઘજઝ માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ 2002થી કાર્યરત છે.
હાલ વર્ષ 2020માં વિન્ટર સોલ્સટીસ એટલે કે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત્રી. આ દિવસે 397 વર્ષ બાદ ભાગ્યેજ જોવા મળશે ગુરુ અને શનિ ગ્રહની અદ્ભુત અદ્વિતીય યુતિ થવા જઈ રહે છે. જે અંગે વધુ માહિતી આપતા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષીએ જણાવ્યું કે, ગુરુ અને શનિ ગ્રહ વચ્ચેનું વાસ્તવિક અંતર આશરે 735 મિલિયન કિ.મી જેટલું છે. પરંતુ પોતાની પરિભ્રમણ કક્ષા અને પરીભ્રમણ વેગને કારણે સૂર્ય મંડળના સૌથી મોટા બે ગ્રહ ગુરુ અને શનિ 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમ્યાન પોતાની ભ્રમણ કક્ષામાં એકબીજા સાથેનાં કોણીય અંતરમાં સતત ઘટાડો થવાથી 21 ડિસેમ્બરે બંને એકબીજાથી 0.1 ડીગ્રીના કોણીય અંતરે જોવા મળશે. એમ કહી શકાય કે ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળશે. પ્રાપ્ત જૂની માહિતી મુજબ 16 જુલાઈ, 1663ના દિવસે આ પ્રકારની ઘટનાની નોંધ કરવામાંઆવેલ. ત્યાર પછી 21 ડિસેમ્બર, 2020ને સોમવારના રોજ આ બંને ગ્રહો આટલા નજીક આવ્યા હોય (ખરેખર નજીક નહિ, પરંતુ બંનેની ભ્રમણ કક્ષાના અક્ષમાં થયેલ ટૂંકા સમયનો ફેરફાર) એવી ઘટના 397 વર્ષ બાદ જોઈ શકાશે.
આ ઘટના નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશામાં સુર્યાસ્ત બાદ 16 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર દરમ્યાન નરી આંખે પણ નિહાળી શકાશે. આ ઘટનાની વિશેષતા અને મુલ્યને ધ્યાનમાં રાખીને કોવીડ-19ની કપરી પરિસ્થિતિમાં લોકો આ ઘટનાને નિહાળવામાં વંચિત ના રહે તેવા આશયથી કોવીડ-19ની સરકારશ્રીની ગાઈડલાઈન્સને અનુસરીને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આ ઘટનાને ટેલિસ્કોપ વડે નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રસ ધરાવતા નોંધણી થયેલ પ્રથમ મર્યાદિત 60 વ્યક્તિઓ માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ખાસ નોંધ : આ ચિરકાલીન દુર્લભ યુતિને ટેલીસ્કોપથી નિહાળવા માટે ઈચ્છિત લોકોએ ફરજીયાત પોતાના નામની નોંધણી. કરવાની રહેશે. માહિતી માટે 88665 70111 પર સવારે 10થી સાંજે 6 સુધીમાં સંપર્ક કરી શકાશે.