ખરું શ્રાદ્ધ - શ્રી વિશ્વાનંદમયી માતાજી

પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા સાથેનું સમર્પણ એ ખરું શ્રાદ્ધ

- શ્રી વિશ્વાનંદમયી માતાજી

જાળિયા 

શ્રાદ્ધના દિવસો આવ્યા છે ત્યારે જાળિયા શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદમયી માતાજીએ જણાવ્યું છે કે પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ એ ખરું શ્રાદ્ધ છે.

આપણાં શાસ્ત્રોમાં વ્યક્તિના મૃત્યુ પછી પોતાના પરિવાર પાસે કેટલીક ઈચ્છાઓ અધૂરી રહેલી હોય તે જુદી જુદી વિધિ દ્વારા પુરી થતી હોવાની માન્યતા રહેલી છે. શાસ્ત્રોની વાતમાં આપણને સમજણ પડે કે ના પડે પરંતુ શ્રાદ્ધના આ દિવસોમાં પિતૃઓને આપણો સમર્પણભાવ વ્યક્ત થવો જોઈએ, તેમ જાળિયા શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદમયી માતાજીએ જણાવ્યું છે. પિતૃઓ પ્રત્યે આવી રીતે આપણાં દ્વારા રહેલ શ્રદ્ધા અને આપણો સમર્પણનો ભાવ એ ખરું શ્રાદ્ધ છે.

શ્રાદ્ધના દિવસોમાં યથાશક્તિ દાન કરવાનો મહિમા રહેલો છે. વર્તમાન બિમારીના દિવસોમાં જરૂરિયાતમંદ પરિવારોને સહયોગ આપીને એ પુણ્ય પિતૃઓના નામે અર્પણ કરવા શ્રી માતાજીએ જણાવ્યું છે.