સવારથી પવન સાથે વરસાદ

1st , June 2020

એક પછી એક પ્રાકૃતિક આપદાઓ આવી રહી છે

ભાવનગરના સમુદ્રકિનારા પર તથા શહેર અને કાંઠાના અન્ય વિસ્તારોમાં સવારથી પવન સાથે વરસાદ 

જિલ્લામાં આપદા પ્રબંધન માટે તકેદારી 

 

ઈશ્વરિયા
એક પછી એક પ્રાકૃતિક આપદાઓ આપણા પર આવી રહી છે, જેમાં આ દિવસોમાં હિકા ચક્રવાતનું આગમન થઈ રહ્યું છે. ભાવનગરના સમુદ્રકિનારા પર તથા શહેર અને કાંઠાના અન્ય વિસ્તારોમાં સવારથી પવન સાથે વરસાદ આવ્યો છે. જિલ્લામાં આપદા પ્રબંધન માટે તકેદારી રખાઈ હોવાનું પણ જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે.
દેશમાં કોરોના સંકટ ચાલુ જ છે, કેટલાક ભાગમાં ભૂકંપોની અસર પણ થઈ છે, દેશના કેટલાક વિસ્તારોમાં ખુબ ગરમી પડી છે. આમ એક પછી એક પ્રાકૃતિક આપદાઓ આપણા પર આવી રહી છે. આ દરમિયાન આ દિવસોમાં હિકા ચક્રવાતનું આગમન થઈ રહ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે હિકાને લઇને તકેદારી રાખવામાં આવી રહી છે 
આજ સવારના સમય દરમિયાન ભાવનગરના સમુદ્રકિનારા પર તથા શહેર અને કાંઠાના અન્ય વિસ્તારોમાં સવારથી પવનના આંચકા સાથે વરસાદ આવ્યો છે. સંભવિત ચક્રવાત - વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપદા પ્રબંધન માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. 
હિકા ચક્રવાત સંદર્ભે ભાવનગર જિલ્લા સમાહર્તા કચેરી દ્વારા મોકલાયેલી યાદી મુજબ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કાંઠાળા વિસ્તારોમાં સચેત રહેવા આદેશો અપાયા છે. આ તાલુકાઓમાં ભાવનગર, ઘોઘા, મહુવા તથા તળાજાનો સમાવેશ થાય છે, જેના કાંઠાળા વિસ્તારના 34 ગામોને સચેત કરાયા છે. આ પંથક માટે બચાવ કામગીરી સામગ્રી તેમજ સંબંધિત પુરવઠા માટે ગોઠવણ થઈ ગયાનું જિલ્લા સમાહર્તા શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.
આજે સવારથી જ આ વિસ્તાર ઉપરાંત સમગ્ર જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના અન્ય કાંઠા વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહ્યું છે.