લોકવિદ્યાલય વાળુકડ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ સામગ્રી વિતરણ
ઈશ્વરિયા
ગરીબ જરૂરિયાતમંદ પરિવારો કોરોના બિમારીના દિવસોમાં કફોડી સ્થિતિમાં મુકાયા છે, ત્યારે પુષ્પ મંગલ પરિવાર દ્વારા લોકવિદ્યાલય વાળુકડ ખાતે અનાજ સામગ્રી વિતરણ કરાયું છે.
વિનય વિહાર કેળવણી મંડળ લોકવિદ્યાલય વાળુકડ ખાતે પુષ્પ મંગળ પરિવાર (કલોલ વાળા) દ્વારા શ્રી હર્ષદભાઈ શાહના સૌજન્યથી લગભગ સાડા ચાર સો ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને ઘઉં, ચોખા તથા દાળ આપવામાં આવેલ છે.
કોરોના બિમારીના દિવસોમાં આવા પરિવારો કફોડી સ્થિતિમાં મુકાયા છે, ત્યારે વાળુકડ ગામના આ પરિવારોને આ સામગ્રી વિતરણમાં સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયા સાથે શ્રી ભાવેશભાઈ સંઘવી તથા શ્રી ભાવેશભાઈ શેઠ અને કાર્યકર્તા જોડાયા હતા.