ભાવનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક
રૂ.૬.૧૦ કરોડના ખર્ચે ટાણા, ગઢુલા, રાતોલ, કરમદિયા, ત્રાપજ બહાદુરપુર અને થળસરની પીવાના પાણીની યોજનાને મંજુરી
ભાવનગર
ભાવનગર જિલ્લાના ગામોમાં પાણીની યોજનાઓ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જરૂરી મંજૂરી આપવામાં આવી છે. આ યોજના તળે રૂ.૬.૧૦ કરોડના ખર્ચે ટાણા, ગઢુલા, રાતોલ, કરમદિયા, ત્રાપજ બહાદુરપુર અને થળસરની પીવાના પાણીની યોજનાને મંજુરી અપાઈ છે.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લાની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૪મી બેઠક યોજાઇ હતી, જેમાં ભાવનગર જિલ્લા તળેના જુદા જુદા તાલુકાના કુલ ૭ ગામની અંકે રૂ/- ૬.૧૦ કરોડની ઘેર ઘેર પીવાના પાણીની યોજના મંજુર કરવામાં આવેલ. આ યોજના તળે શિહોર તાલુકા તળે ટાણા ગામની અંકે રૂ/- ૨૯૯.૭૦ લાખ, ગઢુલા ગામની અંકે રૂ/- ૩૦.૦૬ લાખ ની યોજના, મહુવા તાલુકા તળે રાતોલ ગામની અંકે રૂ/- ૭૬.૪૬ લાખ, કરમદીયા ગામની અંકે રૂ/- ૩૮.૨૬ લાખની યોજના, તળાજા તાલુકા તળે ત્રાપજ ગામની અંકે રૂ/- ૯૯.૮૬ લાખની યોજના, પાલીતાણા તાલુકા તળે બહાદુરપુર ગામની અંકે રૂ/- ૩૪.૪૭ લાખની યોજના અને ભાવનગર તાલુકા તળે થળસર ગામની અંકે રૂ/- ૩૩.૪૩ લાખની યોજનાને જરૂરી વહિવટી મંજુરી આપવામાં આવેલ હતી.આ મંજૂરીથી જિલ્લામાં સરકારશ્રીના 'નલ સે જલ કાર્યક્રમ'ને જરૂરી વેગ મળશે અને લાભાર્થી ગામોને ઘરે – ઘરે પાણીની સવલત મળશે. તેમજ જે – જે ગામોમાં હયાત વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી તેવા ગામોની વ્યવસ્થા અદ્યતન થશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી ધર્મેશ પટેલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક શ્રી મોદી, જિલ્લા આંકડા અધિકારી શ્રી ઠાકોર, કાર્યપાલક શ્રી જળસંચય વિભાગ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વૉટરશેડ વિભાગ, વાસ્મો ના યુનિટ મેનેજર શ્રી મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.