બોટાદ કોરોના

તા. ૧૧ એપ્રિલ સુધીમાં  
બોટાદ કોરોના  : સત્યાવીશ વ્યક્તિઓ શંકાસ્પદ પૈકી બાવીસના રિપૉર્ટ નેગેટીવ - પાંચ રીપોર્ટ બાકી
લોકડાઉન હોવા છતાં  જિલ્લામાં ૩૯૬૭૩ ઉતારુઓની ચકાસણી
 
બોટાદ 
      લોકડાઉન હોવા છતાં  બોટાદ જિલ્લામાંથી ૧૧ એપ્રિલ સુધીમાં કુલ ૩૯૬૭૩ ઉતારુઓની ચકાસણી કરવામાં આવી. આ દરમિયાન સત્યાવીશ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા કોરોનાના રીપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે દાખલ કરી સેમ્પલ લેવામાં આવેલ હતા. જે પૈકી બાવીસના રિપૉર્ટ નેગેટીવ આવેલ છે અને પાંચ રીપોર્ટ હજુ બાકી છે.
      બોટાદ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જનહિતમા ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવા ૧૩૬૦ તાલીમબદ્ધ્ કર્મચારીઓ ખડેપગે કાર્યરત છે. કોરોના સંદર્ભે ૧૧ એપ્રિલ સુધીમાં કુલ ૩૯૬૭૩ ઉતારુઓની ચકાસણી કરવામાં આવી.
     જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ શરૂ છે.લોકડાઉન હોવા છતાં  જિલ્લાની ચેકપોસ્ટ ખાતે તા:-૧૧ના  ૨૧૫ વાહનોના ૫૨૬ પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ તથા ૧૭૩ માલવાહક વાહનોની અવર જવર થયેલ હતી તેમજ આજ દિન સુધી કુલ ૧૦૯૨૬ વાહનોના ૩૯૬૭૩ ઉતારુઓની તબીબી ચકાસણી કરવામાં આવી.
     જિલ્લામાં કુલ આજ દિન સુધી ૩૫૨૭૮ વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઈનનો સમય પૂર્ણ કરેલ છે. ૫૦ વ્યક્તિઓને કોરોના સંદર્ભે તબીબી માર્ગદર્શિકા અનુસાર ફેસીલીટી ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ છે, અને ૩૪૩૫ વ્યકિતઓને ગાઈડલાઈન અનુસાર હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ છે. 
    ઘરે ઘરની ચકાસણી અંતર્ગત તા:-૧૧ના દિવસે ૧૬૦૪૫ ઘરના કુલ ૭૯૯૨૬ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો તેમા તાવના ૫૦, શરદીના ૧૨૯ અને ડાયાબીટીસ હાઇપરટેન્શનના દર્દીઓને તાવ અને શરદી હોય તેવો એક પણ કેસ જોવા મળેલ નથી, તેમ બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.