પત્રકારોના આરોગ્યની તપાસ

પ્રજાને પળેપળની ખબર પહોંચાડતા પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર લેતું જિલ્લા વહીવટી તંત્ર

તબીબો દ્વારા પત્રકારોના આરોગ્યની તપાસ કરવામાં આવી

ભાવનગર

ભાવનગર જિલ્લાના પત્રકાર કર્મચારી સોશિયલ ડિસ્ટંન્સીંગનું પાલન કરી જરૂરી તકેદારી રાખી પોતાનું નિયમિત કાર્ય કરી રહ્યા છે. આ સમયે આ કર્મયોગીઓના સ્વાસ્થ્યની તકેદારી પણ એટલી જ આવશ્યક બને છે. જેથી જિલ્લાના તમામ કોરોના વોરિયર્સ સમા પત્રકારોની  ભાવનગર ભરતનગર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તપાસણી કરવામા આવી હતી.

લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ સતત કાર્યરત પ્રજાને પળેપળની ખબર પહોંચાડતા પત્રકારોના સ્વાસ્થ્યની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરકાર લેવામાં આવી છે. પત્રકાર પ્રતિનિધિઓ સ્વાભાવિક પણે પ્રજાજનોના સંપર્કમા આવતા હોય છે. તેઓને વાયરસના સંભવિત સંક્રમણથી બચાવી શકાય તેવા શુભઆશયથી તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરી તેમના સ્વાસ્થ્યની પણ દરકાર કરવામા આવી રહી છે.

ભાવનગર જિલ્લાના સમાચાર પ્રતિનિધિ કર્મચારીઓને સંભવિત સંક્રમણથી બચાવવા અને તબીબી તપાસના ભાગરૂપે ‘મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ ૪૭ પત્રકાર પ્રતિનિધિની આરોગ્ય  તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કોઈ જ પત્રકાર તસવીકારને કોરોનાના અન્ય ગંભીર લક્ષણો જણાયા ન હતા.

જિલ્લા વહીવટીતંત્રના આ દૂરંદેશી અભિગમને કારણે પત્રકાર તસવીરકારને   સુસ્વાસ્થ્ય તો સુનિશ્ચિત થયું સાથે જ આ પહેલની પ્રશંસા પણ કરવામા આવી. ઉપસ્થિત તબીબો દ્વારા કર્મચારીઓને કોરોના સંક્રમણથી બચવા માટે ફરજ વેળાએ ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવામાં આવી હતી. ઉપરાંત સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
જિલ્લાના સમાચાર પ્રતિનિધિઓને તંત્ર દ્વારા પુરી પાડવામાં આવેલ આ આરોગ્ય સુવિધા સબબ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકા કમિશનર શ્રી ગાંધી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલનો આભાર વ્યક્ત કર્યો હતો.