ભાવનગર આર.ટી.ઓ કચેરી માર્ગદર્શિકાના પાલન સાથે કાર્યાન્વિત થશે
અરજદારે આર.ટી.ઓ સંબધિત કામગીરી માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે વિગતો માટે Q.R કોડ સ્કેન કરવા અનુરોધ
ભાવનગર
ભારત સરકારનાં આદેશ અને ગુજરાત સરકારના જાહેરનામાં અને પરિપત્ર અંતર્ગત ભાવનગર આર.ટી.ઓ. કચેરીનું કામકાજ તા.૦૪/૦૬/૨૦૨૦થી શરૂ કરવાનું નિયત કરાયેલ છે. લોકડાઉન પુર્ણ થયા બાદ લોકોની સલામતિ જળવાય અને આર.ટી.ઓ.ની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવા મોટરિંગ પબ્લિક્ને અનુરોધ કરવામાં આવે છે. વિગતો માટે દર્શાવેલ QR કોડ અને URLનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે.
વાહન અને લાઇસન્સ સબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ પદ્ધતિ ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી લાઇસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની એપોઈન્ટમેન્ટ ૨૧/૦૩/૨૦ થી ૦૩/૦૬/૨૦ દરમિયાન હોય તેઓએ ફરી ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જ્યાં ૦૪/૦૬/૨૦ કે ત્યારબાદની એપોઈન્ટમેન્ટ હોય તેઓએ ફરીવાર ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહી. અત્રે જણાવવાનું કે જે અરજદારોનાં લર્નિંગ લાઇસન્સની સમયમર્યાદા તા. ૨૧/૦૩/૨૦ થી ૩૧/૦૭/૨૦ વચ્ચે પુર્ણ થયેલ હોઇ કે થવામાં હોય તેવા અરજદારો તા.૩૧/૦૭/૨૦ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇ વધારાની ફી ભરવાની રહેશે નહી.
આ ઉપરાંત હાલ ફેસલેસ પદ્ધતિથી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં હોઇ, ત્યારે જે તે સેવા અરજદાર ઘરેબેઠા મેળવે તે ઇચ્છનીય છે. આ સેવાઓ મેળવવા અરજદારે કચેરીએ રુબરુ આવવુ જરૂરી નથી પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રુબરુ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લઇને જવાનું રહેશે.RMA- આંતર રાજ્ય વાહન માલિકી તબદીલ,RC કેન્સલ, ડીએ, પરત થયેલ આરસી મેળવવા માટે ઓનલાઇન વિકલ્પ ઉપલબ્ધ ન હોઇ, એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહી.
કોરોના મહામારીને ધ્યાને લેતા અરજદાર આરટીઓ કચેરી પરિસરમાં એપોઇંટ્મેંટ્નાં પંદર મિનિટ અગાઉ અને એપોઇંટ્મેંટ લેટર હાર્ડ કોપી કે સોફ્ટ કોપીમાં રજુ કરીને જ પ્રવેશ મેળવી શકશે. અત્રે નોંધનિય છે કે એપોઇંટ્મેંટ લેનાર અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાં સાથે આવનાર અન્ય કોઇ વ્યક્તિ કે વાલીને પ્રવેશ મળી શકશે નહી. સદર ભાવનગર આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાઇસંસ ટેસ્ટ ટ્રેક સવારનાં ૯ થી ૬:૩૦ સુધી અને શનિ-રવિની રજામાં પણ કાર્યરત રહેનાર હોઇ, બિનજરુરી ભીડ ન કરવા લોકોને તાકિદ કરાઇ છે.
આ ઉપરાંત અરજદારોની વાહન અને લાઇસંસ સંબંધિત કામગીરી આરટીઓ કક્ષાએથી એપૃવ્ડ થયા બાદ તેઓ M Parivahanઅને DigiLocker એપમાં ડિજિટલ ડોક્યુમેંટ જનરેટ કરી શકશે જે પોલિસ અને આરટીઓ કચેરીની એન્ફોર્સમેંટ કામગીરી માટે માન્ય ગણાશે. HSRP ફીટમેંટ માટે ઓનલાઇન એપોઇંટ્મેંટ લઇને બપોરનાં ૦૩ :૦૦ કલાક બાદ જ આરટીઓ કચેરીએ આવવાનું રહેશે.
કોરોના મહામારીને જોતા આરટીઓ કચેરીએ કારણ વગર ભીડ ન કરવા અને પુછપરછ માટે કચેરીનાં ટેલિફોન નંબર ૦૨૭૮-૨૪૨૪૦૦૪ પર સંપર્ક કરવા અને ઇંક્વાયરી વિંડોનો લાભ લે તે અપેક્ષિત છે. વધુ વિગતો માટે દર્શાવેલ QR કોડ અને URLનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે.