પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા વાડી વિસ્તારમાં ઘનિષ્ઠ કામગીરી હાથ ધરાઈ
ભાવનગર
ગુજરાતને ૨૦૨૨મા મેલેરીયા મુક્ત કરાવાના સરકારશ્રીના અભિગમ હેઠળ વાહકજન્ય રોગ અટકાયતના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એબેટ કામગીરી અને ટાયરો-કચરાનો નિકાલ અને ખાસ ઝુંબેશ હેઠળ સણોસરા તાબાના ૧૪ ગામોનાં વાડી વિસ્તારો શોધીને દૂરથી ખેત મજૂરી માટે આવેલા ૧૦૫ વ્યક્તિને કૃષ્ણપરા, સણોસરા, ભૂતિયા, સરકડિયા, ગઢુલા વગેરે ગામોની વાડીમા અંતરિયાળ વિસ્તારની તપાસ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરાની આરોગ્ય ટીમ દ્વારા મેલેરીયા સર્વેલન્સની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.
સિંહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, હેલ્થ સુપરવાઈઝર શ્રી અનિલભાઈ પંડિત, ડો.આયશા બહેન હુનાણી, ડો.હેતાલાબેન માવાણી, શ્રી રામદેવસિંહ ચુડાસમા સહિત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.