ઈશ્વરિયામાં ઉકાળા વિતરણ

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા ઈશ્વરિયામાં ઉકાળા વિતરણ
ઈશ્વરિયા
સરકારના વિવિધ વિભાગો દ્વારા કોરોના બિમારી સામે અસરકારક કામગીરી થઈ .રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાગૃતિ કાર્ય થઈ રહ્યું છે. મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા ઈશ્વરિયામાં ઉકાળા વિતરણ સાથે પ્રદર્શન સંદેશો અપાયો છે.
સાંપ્રત મહામારી કોરોના સામે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ કચેરી દ્વારા ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામમાં કોવિદ 19 સંદર્ભે ઉકાળા વિતરણનું આયોજન કરાયું હતું.
આ કચેરીના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન સાથે જન સુવિધા કેન્દ્ર તથા ગ્રામ સંજીવની સમિતિના સંકલન સાથે ગામમાં સામાજિક અંતર જાળવી શેરીઓમાં ઉકાળો પહોંચાડાયો હતો. આ સાથે માસ્ક વિતરણ કરાયું હતું. અહીંયા કોરોના સંદર્ભે જાગૃતિ પ્રદર્શનના સંદેશાનો ગ્રામજનોને લાભ મળ્યો હતો. અહીંયા પૂરક કામગીરીમાં સ્થાનિક યુવા કાર્યકરો જોડાયા હતા.