સુશાસન દિવસની ઉજવણી

ભાવનગર જિલ્લાના દરેક તાલુકા મથકે

સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરના થશે સુશાસન દિવસની ઉજવણી

સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે

ભાવનગર 

ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરના  સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે "સાત પગલા ખેડૂત કલ્યાણ" યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, ઘોઘા તાલુકામાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ભાવનગર તાલુકામાં ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, મહુવા તાલુકામાં ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા, સિહોર તાલુકામાં ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી, ગારીયાધાર તાલુકામાં ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ ઘોઘારી, પાલીતાણા તાલુકામાં ઘારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા, ઉમરાળા તાલુકામાં ધારાસભ્ય શ્રી વિનોદભાઇ મારડિયા, જેસર તાલુકામા અલંગ ઓથોરીટી પુર્વ ચેરમેન શ્રી ગીરીશભાઇ શાહ, વલ્લભીપુર તાલુકામા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પુર્વ ચેરમેન શ્રી બાબુભાઇ જેબલીયા સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.