દીપ પ્રાગટ્ય થકી કોવિદ 19 સામેની લડત
સમગ્ર ભાવનગર જિલ્લામાં મજબુત સમર્થન પ્રતિસાદ
શ્રી મોરારિબાપુ સહીત ધાર્મિક સામાજિક આગેવાનો પણ જોડાયા
ભાવનગર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સામુહિક દીપ પ્રાગટ્ય થકી કોવિદ 19 સામેની લડતમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં મજબુત સમર્થન પ્રતિસાદ સાંપડેલ છે.શ્રી મોરારિબાપુ સહીત ધાર્મિક સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. તમામ વિસ્તારોમાં અબાલ, વૃધ્ધ, સહિત તમામ વર્ગના લોકોએ દીપ, મીણબત્તી તથા મોબાઇલની ફલેશ લાઇટ જલાવી.
તા.૦૫ એપ્રીલના રાત્રે 9 વાગેથી પછી 9 મિનિટ દરમિયાન સૌએ પોતાના ઘર આંગણે દીપક પ્રગટાવી - ‘ઊંડા અંધારેથી, પ્રભૂ ! પરમ તેજે તુ લઈ જા’’ કવિ ન્હાનાલાલના આ ભક્તિપદ મુજબ સમગ્ર ભાવનગર જિલ્લામાં ઉરના ઉમળકાથી કર્યું છે. શ્રી મોરારિબાપુ સહિત ધાર્મિક સામાજિક આગેવાનો પણ આ હરખ સાથે જોડાયા હતા અને લાખો જ્યોતિ બિંદુઓથી કોરોના મહામારીના તમસને દુર કરવાનો સામુહિક સંકલ્પ પાર પાડી બતાવ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલીને ભાવનગર શહેર અને જિલ્લાના નાના-મોટા ગામોની શેરીઓ, મહોલ્લાઓ, સોસાયટીઓ, ફલેટ્સ કે જ્યાં ‘‘ઘર’’ છે, આ બધા જ ઘર જ્યોત – પ્રકાશમય બન્યા હતા.
સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતવર્ષ તેના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ કોરોના વાયરસને ભારત ખંડ ઉપરથી દૂર કરવા આગવા વિચાર કાર્યોની સાથે સમગ્ર દેશવાસીઓએ આજે દિપમાળા પ્રગટાવીને તેના તેજોમય પ્રકાશ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યોતને અપાયેલા માહત્મ્યને ઉજાગર કર્યું હતુ.