જાળિયા શિવકુંજ આશ્રમમાં યજ્ઞ સાથે ભજન અને ભોજન
સંતો અને અગ્રણીઓ દ્વારા આહુતિ અપાઈ રહી છે
જાળિયા
શિવકુંજ આશ્રમ - જાળિયામાં ચાલતા યજ્ઞ સાથે ભજન અને ભોજનનો લાભ ભાવિકોને મળી રહ્યો છે. શ્રાવણ માસના આ આયોજનમાં સંતો અને અગ્રણીઓ દ્વારા આહુતિ અપાઈ રહી છે.
શ્રી વિશ્વાનંદ માતાજીના સંકલ્પ અને સાનિધ્ય સાથે પુરા શ્રાવણ માસ દરમિયાન વિવિધ યજ્ઞો યોજાયા છે.
ધુણા ગાદીપતિ - શ્રી રાજુગીરી ગોસ્વામી અને શ્રી નંદલાલ જાનીના સંકલન સાથે આ વિવિધ યજ્ઞોમાં સંતો અને અગ્રણીઓ દ્વારા આહુતિ અપાઈ રહી છે.
છેલ્લા દિવસો દરમિયાન શ્રી મનજીબાપા - બગદાણા, શ્રી સુબોધાનંદજી સ્વામી - દ્વારકા, શ્રી દડુબાપુ - કદંબગીરી, શ્રી હિંમતદાસબાપુ - વલ્લભીપુર, શ્રી લાલામાડી - ગઢડા, શ્રી હમીરઆપા - ભુંગર, શ્રી રામદાસ માતાજી - બોટાદ, શ્રી કરુણાનંદ માતાજી - બોટાદ, શ્રી ભક્તિગીરી માતાજી, શ્રી વસંતદીદી - બાઢડા, શ્રી સવિતામાં - મોટી વાવડી વગેરે સંતો અને મહંતો સાથે વિદ્વાનો યજ્ઞમાં સામેલ થયા છે. કથાકાર શ્રી ભગવાનદાદા - અગીયાળી, શ્રી મહેશભાઈ ગઢવી - બોટાદ, શ્રી ગીતાબા ગીડા - રાજકોટ, શ્રી જગદીશભાઈ ભટ્ટ - લીમડા, શ્રી બી.એલ.રાજપરા - ઢસા, શ્રી નીતિનભાઈ પંચોલી તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં યજ્ઞ સાથે ભજન અને ભોજન લઈ રહ્યા છે.
પવિત્ર શ્રાવણ માસના આયોજનમાં રાત્રે ભજન લોકસાહિત્ય કાર્યક્રમોમાં કલાકારો દ્વારા સુંદર કાર્યક્રમો અપાયા છે.
શ્રી અનંતભાઈ ઠાકર, શ્રી તુષારભાઈ ઠાકર અને પાઠશાળાના શાસ્ત્રી બ્રાહ્મણો દ્વારા દિવ્ય યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે.