જાળિયા યજ્ઞમાં આહુતિ અને આરતીમાં મહામંડલેશ્વર શ્રી કણિરામબાપુ જોડાયા
શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ઘણા સંતો સામેલ થયા
જાળિયા
શિવકુંજ આશ્રમમાં શ્રાવણમાસના મહાયાગ માં આહુતિ અને આરતીમાં શ્રી કણિરામબાપુ જોડાયા હતા અને પ્રસન્નતા વ્યક્ત કરી. શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ઘણા સંતો સામેલ થયા.
જાળિયામાં આ યજ્ઞમાં દુધરેજ વડળાદેવ જગ્યાના મહંત મહામંડલેશ્વર શ્રી કણિરામબાપુ આહુતિ આપવા જોડાયા હતા. તેમણે આરતી ઉતારી આ યજ્ઞ કાર્ય માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ યજ્ઞમાં આ દિવસો દરમિયાન વિવિધ આશ્રમ અને મંદિરોના મહંતો અને સંતોની ઉપસ્થિતિ રહી હતી જેમાં શ્રી ધનસુખબાપુ (ઠવી), શ્રી સુબોધાનંદબાપુ (દ્વારકા), શ્રી જેરામદાસબાપુ (બગસરા), શ્રી લવજીબાપુ (નેસડી), શ્રી કાનદાસબાપુ (દેવગણા), શ્રી વશરામભગત (સાંજણાવદર), શ્રી હરિરામબાપુ (ઢસા), શ્રી ધર્મવિહારીસ્વામી (ઢસા), શ્રી દડુબાપુ (કદંબગીરી), શ્રી બટુક મહારાજ (રામપરા) વગેરે રહ્યા હતા.
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં આ યજ્ઞોમાં સંતશક્તિ શ્રી રામદાસ માંતાજી ( અમરેલી), શ્રી ભક્તિગીરી માતાજી ( દામનગર), શ્રી ઊર્ઝાનંદ માતાજી ( બારપટોળી), શ્રી મહેશ્વરી માતાજી ( સાંજણાવદર), શ્રી વસંતદીદી (બાઢડા) તથા શ્રી સવિતામાં (મોટીવાવડી) જોડાયા હતા.