ભાવનગર જિલ્લામાં ‘માતૃ વંદના સપ્તાહ'

ભાવનગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા

‘પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના હેઠળ ‘માતૃ વંદના સપ્તાહ'

ભાવનગર

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. હાલમાં ભાવનગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા ‘પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના હેઠળ ‘માતૃ વંદના સપ્તાહ' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

 ભાવનગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા પ્રથમ વખત સગર્ભા થયેલી બહેનો કે જેઓ ‘પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના લાભથી વંચિત રહી ગઇ હોય તેઓના ફોર્મ ભરાવી નોંધણી કરાવી યોજના હેઠળ આવરી લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં કુલ પાંચ હજાર રૂપિયાની સહાય સગર્ભા બહેનોને આપવામાં આવે છે. આ અંગે રેલી યોજી યોજના વિશે ગ્રામજનોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં સગર્ભા બહેનોને માટે ઉપરી આહાર તથા સગર્ભા બહેનો ૬ મહિના પુરા કરી ૭મા મહિનામાં પ્રવેશ કરે, ત્યારે લેવામાં આવતા આહાર, દેખભાળ વગેરે વિશે સમજણ કેળવવામાં આવી હતી.

પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળ જન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસુતિ પૂર્વે અને પ્રસુતિ બાદ પુરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે માટે તેની રોજગારીના નુકશાનનુ રોકડ સહાયના સ્વરૂપે અંશતઃ વળતર આપવાનો છે.  આ રોકડ સહાયથી સગર્ભા/ધાત્રી મહિલાઓના આરોગ્યના સ્તરમાં સુધારો થાય તે હેતુ રહેલો છે.

વધુમાં તમામ સગર્ભા (પ્રથમ સગર્ભાવસ્થા) અને ધાત્રી મહિલાઓ પાત્રતા ધરાવે છે અને જે સગર્ભા/ધાત્રીઓ મહિલાઓ કેન્દ્ર/રાજય સરકાર અથવા જાહેર સાહસોના કર્મચારીઓ છે તેમને આ યોજનાનો લાભમળવા પાત્ર નથી. આંગણવાડી કાર્યકર તેડાગર તેમજ આશા વર્કર આ યોજનાનો લાભ મેળવી શકશે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY અંતર્ગત (સ્વષ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ- “સુપોષિત જનની વિકસીત ધરીની”) ની થીમ લઈ સમગ્ર દેશમાં માતૃ વંદના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સપ્તાહની ઉજવણી કરવા જણાવેલ છે.  “માતૃ વંદના સપ્તાહ” ઉજવણી અંતર્ગત ૭૭૨ સગર્ભા બહેનો (લાભાર્થી)ની નોંધણી કરવામાં આવી છે.