શામપરા ખોડિયાર - જીવનજરૂરી સામગ્રી

શામપરા ખોડિયાર ગામે જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી સામગ્રીનું વિતરણ કરાયું 

ભાવનગર 

શામપરા ખોડિયાર ગામના સરપંચ ભાવનાબા ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા તલાટી મંત્રી શ્રી જાનવીબેન પારેખના સંકલન સાથે કાર્યકર્તાઓના સહયોગથી ગામના જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી સામગ્રીનું વિતરણ કરાયું છે. 

કોરોના બીમારીની પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં શામપરા ખોડિયાર ગામે સરપંચ શ્રી સાથે માજી સરપંચ શ્રી ભગવતસિંહ ગોહિલ તથા ગામના આગેવાન કાર્યકરો શ્રી પ્રવીણભાઈ ડાંગર, શ્રી નરેશભાઈ આહીર, શ્રી ઘનશ્યામભાઈ આહીર , શ્રી પથુભા ગોહિલ, શ્રી મનોહર સિંહ ગોહિલ, શ્રી  મહેશભાઈ પટેલ. શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, શ્રી વનરાજ સિંહ સરવૈયા, શ્રી પરેશભાઈ આહીર, શ્રી અરવિંદભાઈ પરમાર, શ્રી પંકજભાઈ  આહીર, શ્રી ભરતભાઈ આહીર, રાજેન્દ્રસિંહ ગોહિલ, શ્રી મહાવીરસિંહ ગોહિલ વગેરેએ સહયોગ આપી ગામના જરૂરિયાત મંદ 21 કુટુંબ તથા કરદેજ ગામ ના બે કુટુંબ મળી કુલ 23 લાભાર્થીઓ માટે જીવન જરૂરી 19 વસ્તુઓ જેવીકે ઘઉં ,ચોખા ,ખાંડ, તેલ, ગોળ , દાળ, જેવી સામગ્રીનું ગ્રામ પંચાયત ખાતે  વિતરણ કરવામાં આવેલ. 

તલાટી મંત્રી શ્રી તથા કાર્યકરો દ્વારા અહીંયા કોરોના વિશે શું સાવચેતી રાખવી તેની વિગતવાર માહિતી સમજાવેલ અને તમામ ગ્રામજનોને સમજાવવા અનુરોધ કરાયો હતો.