ઈશ્વરિયા નવદુર્ગા પૂજન

સ્ત્રી  પુરુષ જન્મદરમાં અસમાનતા સામે સમાજની જાગૃતિ આવશ્યક છે 
ઈશ્વરિયા ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નવદુર્ગા પૂજન કાર્યક્રમ 

ઈશ્વરિયા 

સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત ઈશ્વરિયા ગામે યોજાયેલ નવદુર્ગા પૂજન કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી  વરુણ બરનવાલે કહ્યું કે, સ્ત્રી - પુરુષ જન્મદરમાં અસમાનતા સામે સમાજની જાગૃતિ આવશ્યક છે.

નવરાત્રિના નવમા દીવસે ઈશ્વરિયા ગામે સરકાર શ્રીના અભિયાન અંતર્ગત નવદુર્ગા  પૂજન કાર્યક્રમમાં અધિકારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. આ પ્રસંગે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરુણ બરનવાલે સણોસરા પંથકમાં સ્ત્રી - પુરુષ જન્મદરમાં ચિંતાજનક પરિસ્થિતિનો ઉલ્લેખ કરી તે પ્રાકૃતિક અસમાનતા ન હોવાનું જણાવી સ્ત્રીભ્રુણ હત્યા સામે રંજ વ્યક્ત કર્યો. તેઓએ પંચાયતના આગેવાનોને આ માટે અનુરોધ કરી સરકાર શ્રીની 'વ્હાલી દિકરી' યોજનાની વાત કરી.

સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના યોજના અધિકારી શ્રી કાંતાબેન પરમારે નવદુર્ગા પૂજન સંદર્ભે વાત કરી હતી.

અહીં મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા મહિલા જાગૃતિ  સુરક્ષા તથા 181 સેવા અંગે અનુક્રમે શ્રી રાધિકાબેન ચૌહાણ તથા શ્રી શિલ્પાબેન પરમાર દ્વારા વિગતો અપાઈ હતી.

ઈશ્વરિયા ગમે પ્રથમ વાર આવેલા જિલ્લા વિકાસ અધિકારી શ્રીનું ચાદર વડે અભિવાદન કરાયું હતું. અહીં આંગણવાડી નીરીક્ષક આ આ ગામના કેન્દ્ર સંચાલકથી નીરીક્ષક સુધી પહોંચેલા શ્રી હેમાબેન દવેનું વિશેષ અભિવાદન કરાયું હતું.

કાર્યક્રમ પ્રારંભે સિહોર કચેરીના અધિકારી શ્રી જાગૃતિબેન જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું.

અહીં સપ્તધારા ટુકડી દ્વારા સ્ત્રીભૃણ હત્યા સામે સુંદર નાટક રજૂ થયું હતું, જેની વિગતો શ્રી અનિલ પંડિતે આપી હતી. 

પોષણ માસ સંદર્ભે શ્રી અફઝલખાન પઠાણ સાથે સૌએ શપથ લીધા હતા. તાલુકા અધિકારી શ્રી  જયેશભાઇ વંકાણી સાથે શ્રી હેતાંશીબેન પટેલ, શ્રી હેતલબેન માવાણી, આંગણવાડી વિભાગના શ્રી ધરણીબેન જાની તથા શ્રી રિટાબેન શુક્લ, સરપંચ શ્રી કુંવરબેન ચાવડા, શ્રી વિરશંગભાઇ સોલંકી વગેરે જોડાયા હતા. સંચાલન શ્રી મૂકેશ પંડિતે કરેલ.

આ ગામમાં શ્રી રામભાઈ ગોહિલને ત્યાં હમણાં જન્મેલ બાળકીનું અભિવાદન જિલ્લા વિકાસ અધિકારી શ્રી બરનવાલ તથા આરોગ્ય અધિકારી શ્રી તાવિયાડ દ્વારા ઘરે જઈ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ગ્રામપંચાયત, શાળા પરિવાર તથા ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયેલ. આંગણવાડી સંચાલિકાઓ શ્રી નીધીબેન દવે, શ્રી નિતાબેન ચૌહાણ તથા શ્રી જયશ્રીબેન મકવાણા અને સહાયકો તથા આશા બહેનોએ જહેમત ઉઠાવેલ.