આંગણવાડી બહેનો સજ્જ

અત્યાધુનિક સંપર્ક પ્રણાલિ સાથે આંગણવાડી બહેનો સજ્જ થઈ રહી છે.
સોનગઢ - સણોસરાની બહેનોને તાલીમ મળી
ઈશ્વરિયા
સરકારના તમામ કર્મચારીઓ તેમના ઉપરના અધિકારીઓના સતત સંપર્કમાં રહે  તે માટે એક પછી એક આયોજનો થઈ રહ્યા છે. જેમાં અત્યાધુનિક સંપર્ક પ્રણાલિ સાથે હવે આંગણવાડી બહેનો સજ્જ થઈ રહી છે.
સોનગઢ ખાતે આ અત્યાધુનિક સંપર્ક પ્રણાલિ (કોમન એપ્લીકેશન સોફ્ટવેર) ઉપયોગ માટે આંગણવાડી બહેનોને તાલીમ આપવામાં આવી.
સંકલિત બાળ વિકાસ યોજના નીરીક્ષક શ્રી ધરણીબેન જાની તથા શ્રી હેમાબેન દવેએ અહીં સોનગઢ જૂથના 28 બહેનો તથા સણોસરા જૂથના 26 બહેનોને આ પ્રણાલિ ઉપયોગની તાલીમ આપી છે. આનાથી તમામ આંગણવાડી કેન્દ્રો સાથે ઉપરની કચેરીનો સંપર્ક રહેશે તેમજ દેખરેખ રાખી રાખી શકાશે.

.