શિહોર પીપલ્સ સોસાયટી

 શિહોર પીપલ્સ કો. ઓપ. ક્રેડિટ સોસાયટીની
 
 વાર્ષિક સાધારણ સભા મળી 
 
સિહોર ગુરુવાર 01-08-2019 
 
     શિહોર પીપલ્સ કો. ઓપ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સોસાયટીના પ્રમુખ ભરત મલુકા ના અધ્યક્ષ સ્થાને મળી
 
     તા ૨૮/૭/૧૯ રવિવારે  સોસાયટીની ૨૩ મી વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષ ના હિસાબો રજૂ કરેલ.  સોસાયટીએ આ વર્ષે ₹ ૨૭૧૬૧૧/-  નફો કરેલ છે અને ૫% મુજબ ડિવિડન્ડ જાહેર કરેલ.
 
     આવતા વર્ષો મા શિહોર પીપલ્સ કો. ઓપ. ક્રેડિટ સોસાયટીને ૨૫ વર્ષ પૂર્ણ થશે તેની ઉજવણી ની રૂપરેખા અને સોસાયટીની પ્રગતિ માટે   મોટી સંખ્યામાં હાજર સભાસદો સાથે વિચાર વિમર્શ કરેલ આ ચર્ચામા સોસાયટી ના ઉપ પ્રમુખ શ્રીમતી નંદીનીબેન ભટ્ટ મેનેજીંગ ડિરેકટર શ્રી દિનેશભાઇ દુધેલા તેમજ ડિરેકટર શ્રી રાણા, શ્રીજોગેશભાઈ પવાર, શ્રીદિલીપભાઈ શાહ, શ્રી વિજયભાઈ શુકલ, શ્રીમતી સ્મિતાબેન મણિયાર તેમજ જાગૃત સભાસદો શ્રી ચીંથરભાઈ પરમાર, શ્રી અરૂણભાઈ વોરા, શ્રી અનિલભાઈ ત્રિવેદી, સરકારી ઓડિટર શ્રી અશોકભાઈ જાની, શ્રી કમલેશભાઈ રાઠોડ, શ્રી આષિશભાઈ પરમાર, શ્રીપડીયા, કેતનભાઈ જાની. શ્રીદિનેશભાઇ સોલંકી, શ્રીગીરીશભાઈ વોરા, શ્રીજનક ત્રિવેદી, શ્રી રમેશભાઈ હેરડ્રેસર,શ્રી બાબુભાઇ કાપડી વિગેરેએ ચર્ચામા ભાગ લઈ સૂચનો કરેલ.
 
       આ સભામા ખાસ ઉપસ્થિતિ ભાવનગર જિલ્લા રોજગાર વિકાસ કો ઓપ ક્રેડિટ સોસાયટીના પ્રમુખશ્રી નાનુભાઈ ડાખરા એ હાજરી આપી અને માર્ગદર્શન કરેલ. સભાની સમગ્ર વ્યવસ્થા ઇન્ચાર્જ મેનેજર શ્રી દર્શનભાઈ મહેતા અને શ્રી પ્રણવભાઈ એ કરેલ. અંતમા પ્રમુખશ્રી એ સર્વે સભાસદો મહેમાનોનો આભાર માની સભાનુ સમાપન કરેલ