જન ધન યોજના હેઠળ મહિલા ખાતા ધારકોને રૂ.૫૦૦ સહાય આપવાની કામગીરી શરૂ
ફુલસર વિસ્તારમાં SBI ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે આશરે ૮,૦૦૦ જેટલા જન-ધન ખાતા ધારકો
ભાવનગર
લોકડાઉનના પગલે સરકાર દ્વારા જન-ધન યોજના મહિલા ખાતાધારકોને રૂ.૫૦૦ની સહાય આપવામા આવી રહી છે. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ SBI ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે આશરે ૮,૦૦૦ જેટલા જન-ધન ખાતા ધારકો છે. આ ખાતાધારકોને રોકડ રકમ ઉપાડવાની કામગીરી હાલ શરૂ છે.
આ કામગીરીમા સરકારના નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી તમામ કામગીરી કરવામા આવી રહી છે. આ કામગીરીની સાથો સાથ SBI ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે આવતા મહિલા ખાતાધારકોને માટે ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામા આવેલ છે. આ SBI ગ્રાહક સેવા કેન્દ્ર સવારના ૮ થી બપોરના ૧ સુધી તથા સાંજે ૪ થી રાત્રીના ૮ સુધી કામગીરી કરી રહ્યું છે. આ ગ્રાહક કેન્દ્ર ખાતે જન-ધન યોજના સિવાયની અન્ય અટલ પેન્શન યોજના, અકસ્માત વીમા યોજના, જીવન વીમા યોજનાઓની પણ કામગીરી કરવામા આવી રહી છે.
આ વિસ્તારના લાભાર્થી ભાઈઓ-બહેનોએ જણાવ્યું હતું કે અત્યારે દેશમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આપવામા આવતી સહાય એ એ સરાહનીય કામગીરી છે. આ SBI ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે બેંકની જેમ જ કાર્યવાહી કરવામા આવી રહી છે. સરકાર દ્વારા ત્રણ મહિના સુધી રૂ.૫૦૦નો લાભ આપવામા આવનાર છે જેથી થોડી રાહત થશે. સરકાર દ્વારા આપવામા આવતી આ સહાય માટે અમે સરકારના ખુબ આભારી છીએ.