ઈશ્વરિયા શાકભાજીનું વેચાણ - સેવાભાવી યુવાનો

કોરોના બિમારીની વિકટ પરિસ્થિતિમાં
ઈશ્વરિયા ગામે નહીં નફો, નહીં નુકસાનના ભાવે શાકભાજીનું વેચાણ કરતા સેવાભાવી યુવાનો

ઈશ્વરિયા
કમાણી કરી લેવાના મોકાના દિવસોમાં સેવા કરનારા પણ હોય છે. કોઈ આફતમાં મોકાનો ગેરફાયદો ઉઠાવવાના બદલે નહીં નફો, નહિ નુકસાનના ભાવે શાકભાજી વેચવા ઈશ્વરિયા ગામમાં યુવાનો તૈયાર થયા છે.
ઈશ્વરિયા ગામે શ્રી વેલનાથ મિત્ર મંડળના સભ્યોએ આ કોરોના બિમારીના વિકટ પરિસ્થિતિમાં નિર્ણય કર્યો કે અત્યારે પોતાના મજૂરી જેવા ધંધા રોજગાર બંધ છે તો ગામ માટે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે શાકભાજી વેચાણ શરૂ 
કરીએ... અને શાકભાજી લાવી લારીમાં નાખી વેચાણ શરૂ થયું...!
ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યકર્તા શ્રી જગદીશ ચાવડાના જણાવ્યા મુજબ આ મિત્ર મંડળના શાકભાજી વેચાણથી ગામને વ્યાજબી ભાવે શાકભાજી મળવાની સુવિધા પ્રાપ્ત થઈ છે.
કોરોના બિમારીના દિવસો દરમિયાન ઘણી સામગ્રીના કાળાબજાર થઈ રહ્યા હોય છે. કોઈ આફતમાં મોકાનો ગેરફાયદો ઉઠાવતો હોય છે, ત્યારે આ મજૂર સ્થિતિના યુવાનો દ્વારા પ્રશસ્ય વ્યાપાર સેવા કાર્ય થઈ રહ્યું છે.