દીવડા સાથે ઔષધિ

આ દિવાળીના દીવડા સાથે ઔષધિના ઉપયોગની

હિમાયત કરતા શ્રી વિશ્વાનંદમયીજી


જાળિયા

દિવાળી તહેવાર એ આપણાં માટે દિવાઓનો ઉત્સવ  છે, ત્યારે આ દિવાળીના દિવડા સાથે ઔષધિના ઉપયોગની શ્રી વિશ્વાનંદમયીજીએ હિમાયત કરી છે.

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમયીજીએ કરેલા અનુરોધ મુજબ દર વર્ષે આપણે દિવાળી અને નવા વર્ષના ઉત્સવમાં દીવડા તો કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે આવેલી બિમારી સામે પર્યાવરણ શુદ્ધિ કરે તે રીતે વધારાના દિવા કરવા પડશે.  ગાયના ઘી તેમજ કપૂર સાથે દિવા કરવા શ્રી વિશ્વાનંદમયીજી દ્વારા હિમાયત કરાઈ છે. 

દિવાળી તહેવારો ઉજવવા આપણે ખુબ ખર્ચ કરીએ છીએ ત્યારે ગાયના ઘીનો દીવો અને કપૂરનો ખર્ચ એ વધુ પડતો નથી. કોરોના બિમારી સામે આપણું વાતાવરણ પવિત્ર બને તેમજ સમગ્ર પર્યાવરણ શુદ્ધ થાય તે માટે દરેક ઘર પરિવાર પોતાના આંગણે દીવડા સાથે ઔષધિના ઉપયોગની આવશ્યકતા સમજે તે પણ શાસ્ત્રની જ વાત હોવાનું જણાવાયું છે.