ગોહિલવાડના આરાધ્ય સ્થાનક રાજપરા ખોડિયાર મંદિરના દર્શન કોરોનાના કારણે બંધ રહ્યા છે
ઈશ્વરિયા સોમવાર તા.20-04-2020
સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક રાજપરા ગામે બિરાજતા ખોડિયાર માતાજીના દર્શન હાલ કોરોના બિમારીના કારણે બંધ છે.
ગોહિલવાડના આ સુપ્રસિદ્ધ આરાધ્ય સ્થાનક પર દૂર દૂરથી ભાવિકો દર્શન માટે આવતા હોય છે, જે હાલ આવી શકતા નથી.
આ ખોડિયાર માતાજી મંદિરે રવિવાર તથા મંગળવારના દિવસોએ ખૂબ ભીડ થાય છે. આ સિવાય પણ દર્શનાર્થીઓ આવતા રહે છે.
ગોહિલવાડ ભાવનગર રાજવી પરિવારના આ શક્તિ સ્થાનકનો છેલ્લા કેટલાક વર્ષોથી સુંદર વિકાસ થયો છે. કોરોના મહાબિમારિના આ દિવસો દરમિયાન અહીંયા ભાવિકો માટે દર્શન બંધ કરાયા છે.