સિહોરમાં કોરોના મહામારી સામે આંગણવાડી વિભાગની કર્મચારી બહેનોની જાગૃતિ કામગીરી
સિહોર
સરકારની વિવિધ મહિલા બાળકલ્યાણની કામગીરીમાં આંગણવાડી વિભાગની હંમેશા સક્રિય ભૂમિકા રહેલી છે, ત્યારે કોરોના બિમારીમાં સિહોરમાં વિશેષ કામગીરી સંભાળી રહેલ છે.
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી શ્રી જાગૃતિબેન જોશીના માર્ગદર્શન સાથે કર્મચારીઓના સંકલનથી સિહોર નગરમાં આંગણવાડી કેન્દ્ર સંચાલક અને સહાયક બહેનો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના સંબંધી તેમજ અન્ય બિમારી બાબત વિગતો મેળવાઇ રહેલ છે.
સિહોરમાં ગયા પખવાડિયાથી કોરોના બિમારી સંદર્ભે આરોગ્ય તંત્ર સાથે આ વિભાગ દ્વારા અહીંના જલુના ચોક સહિત કેટલાક વિસ્તારોમાં તકેદારીના ભાગ રૂપે સક્રિય કામગીરી થઈ રહી છે.