જીવની પૂજા જ શિવની પૂજા ગણાવતા શ્રી વિશ્વાનંદમાતાજી
શિવકુંજ આશ્રમ જાળિયામાં શિવરાત્રીની ઉજવણી
જાળિયા ગુરુવાર તા.11-03-2021
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવ- ભક્તિ સાથે શિવરાત્રી પર્વની ઉજવણી સાથે જીવની પૂજા એ જ શિવની પૂજા ગણાવતા શ્રી વિશ્વાનંદમાતાજીએ યજ્ઞમાં આહુતિ અર્પિ હતી.
મહાશિવરાત્રી પર્વ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં રુદ્રાભિષેક તથા હોમાત્મક શિવપૂજન કરાયું હતું. આ સાથે ગાયોને નીરણ, પક્ષીઓને ચણ, વૃક્ષારોપણ સંકલ્પ વગેરે સંકલ્પ કરાયેલ. આ રીતે શ્રી વિશ્વાનંદમાતાજીએ આશ્રમ પરિવારના સેવકોને જીવની પૂજા જ શિવની પૂજા ગણાવતા યજ્ઞમાં આહુતિ અર્પિ હતી.
આશ્રમના શ્રી નંદલાલભાઈ જાનીના સંકલન સાથે શ્રી અનંતભાઈ શાસ્ત્રી અને શ્રી તુષારભાઈ શાસ્ત્રી સાથે ભૂદેવોએ યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી. જાળિયા ગામના સેવાભાવી ભાઈઓ બહેનો સંકીર્તન તથા સેવા કાર્યમાં જોડાયેલ.