આરોગ્ય સમન્વય શુભારંભ

આરોગ્ય તથા આયુર્વેદ વિભાગના સંકલન થકી આયુર્વેદને ઘર ઘર સુધી પહોચાડવાનો પ્રેરક પ્રયાસ

"આરોગ્ય સમન્વય" કાર્યક્રમનો જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલે શુભારંભ કરાવ્યો

ભાવનગર

સરકાર દ્વારા લોકોને વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ આપવા તેમજ લોકોની જીવનશૈલીમા જરૂરી ફેરફાર કરી, યોગ- પ્રાણાયામ તેમજ આયુર્વેદ થકી લોકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે ગ્રામ્યકક્ષાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો કાર્યરત કરવામા આવ્યા છે.

આયુર્વેદમા દર્શાવેલ શાસ્ત્રોક્ત દિનચર્યા, ઋતુચર્યા, પંચકર્મ તેમજ આયુર્વેદ આધારીત જીવનશૈલીને આયુર્વેદ તેમજ આરોગ્ય વિભાગના સમન્વય થકી હેલ્થ એન્ડ વેલનેસના કોમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા લોકો સુધી આ વેલનેસ કન્સેપ્ટને અમલીકૃત કરવા માટે જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એ.કે.તાવીયાડ, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો.શીતલબેન સોલંકીના તથા ડો.પી.વી.રેવર દ્વારા સંકલીત "આરોગ્ય સમન્વય" કાર્યક્રમનો જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલે શુભારંભ કરાવ્યો હતો.

ઉપસ્થિત રહેલા જિલ્લાના કોમ્યુનીટી હેલ્થ ઓફિસરને જિલ્લાના આયુર્વેદ મેડીકલ ઓફિસર દ્વારા મેન્ટરીંગની સુવિધા પ્રદાન કરી આયુર્વેદના દિનચર્યા ,ઋતુચર્યા, કોરોના અને આયુર્વેદ, જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના સુચન મુજબ સાંપ્રત સમયમા લોકો મા વધુ પ્રમાણમાં જોવા મળતા રોગો જેવા કે બી.પી , ડાયાબીટીસ , કેન્સર ,એનીમીયા, કુપોષણ તથા સગર્ભા મહિલાઓમા જોવા મળતી વિવિધ તકલીફોને આયુર્વેદ પધ્ધતિઓના ઉપયોગ વડે લોકોની જીવનશૈલીમા ફેરફાર કરાવી લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને થયેલ રોગોને આયુર્વેદના માધ્યમથી દુર કરી આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવાનો કાર્યક્રમ " આરોગ્ય સમન્વય" આયોજીત કરવામા આવ્યો. જેમા જીલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનીટી હેલ્થ ઓફિસર અને આયુર્વેદ મેડીકલ ઓફિસરો ઉપસ્થિતિ રહ્યા હતા.