ઈશ્વરિયા નવરાત્રિ સમાપન

મૂર્તિની શક્તિની પૂજા કરીએ છીએ, જીવતી શક્તિનો અનાદર  
ઈશ્વરિયા ગામે નવરાત્રિ પર્વ સમાપન 

ઈશ્વરિયા
ઈશ્વરિયા ગામે નવરાત્રિ પર્વના સમાપન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ટકોર કરાઇ કે, મૂર્તિની શક્તિની પૂજા કરીએ છીએ, જીવતી શક્તિનો અનાદર કરતા રહ્યા છીએ. 
નવલા નોરતા દરમિયાન ઈશ્વરિયા ગામે નવરાત્રિ મંડળી દ્વારા તમામ જ્ઞાતિની બાળાઓ બહેનોએ ગરબા રાસ લીધા બાદ દશેરાના પર્વે સમાપન પ્રસંગે લ્હાણી ભેટ કાર્યક્રમ યોજાયેલ. દરરોજ અહી દાતાઓ તરફથી નાસ્તો કરાવાતો હતો, જેમાં શ્રી રમેશભાઈ દવે, શ્રી હાજાભાઇ ગોહિલ, શ્રી ગોવિંદભાઇ ગોહિલ વગેરેનું સંકલન રહ્યું.
દશેરાના સમાપન પ્રસંગે માજી સરપંચ શ્રી મૂકેશ પંડિત દ્વારા ઉદ્દબોધનમાં ટકોર કરાઈ કે મૂર્તિની શક્તિની આપણે પૂજા કરીએ છીએ, જ્યારે જીવતી શક્તિનો અનાદર કરી રહ્યા છીએ. આમ , સ્ત્રીભ્રૂણ હત્યા સામે રંજ વ્યક્ત કર્યો. 
શ્રી નીરજભાઈ દવેના સંચાલન સાથેના કાર્યક્રમમાં ઈશ્વરિયાની પ્રથમ દીકરી પોલીસ કર્મચારી
 કુમારી શ્રી મિરા દેવમુરારીનું ગામ વતી ચાદર વડે અભિવાદન કરાયું હતી. અહીં રાસ ગરબામાં જોડાયેલ બહેનોને શ્રી હેમાબેન દવેનું માર્ગદર્શન મળ્યું હતું. 
આયોજનમાં શ્રી હિતેશભાઇ ગોસ્વામી, શ્રી રામભાઇ ગોહિલ, શ્રી ઋત્વિજ પંડિત  વગેરે રહ્યા હતા.