કોરોના સામેની લડતની સાથે સાથે તંત્રની ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચાંપતી નજર
સિહોર પ્રાંત કચેરી દ્વારા ચાર ઓવરલોડિંગ ડમ્પર ડિટેઈન કરાયા
ભાવનગર
સિહોર મામલતદાર કચેરી પાસેથી પસાર થતાં ચાર ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડી શિહોર વહીવટી તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈવે પર આજકાલ ખાણ-ખનીજમા ચાલતા ડમ્પર ઓવરલોડ અને બેફામ રીતે નીકળતા હોય છે.અને જેના કારણે અકસ્માતનો ભય રહે છે.
આજે સિહોરમા રાજકોટ-ભાવનગર હાઇવે પરથી મામલતદાર કચેરી નજીકથી ચાર ખાણ-ખનીજના ડમ્પર ઓવરલોડ સાથે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સિહોર નાયબ કલેકટર શ્રી રાજેશ ચૌહાણ અને મામલતદાર શ્રી નિનામા દ્વારા ચારેય ડમ્પરની અટકાયત કરીને વિગતો મેળવતા ચારેય ડમ્પરો ઓવરલોડ ભરેલા હતા. જેને લઇને ચારે ડમ્પરને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કોરોના સામેની લડતની સાથે સાથે તંત્રની ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચાંપતી નજરરહે છે. સિહોર નાયબ કલેકટર શ્રી રાજેશ ચૌહાણ અને મામલતદારની ટીમ દ્વારા આવા અવરલોડ ચાલતા ડમ્પર સામે કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપ્યો છે. તંત્ર દ્વારા ડમ્પર સહિત મુદ્દામાલ સાથે ૫૦ લાખ રૂપિયાના માલની અટકાયત કરવામાં આવી હતી અને ખાણ-ખનીજ વિભાગ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.